________________
અગડદત્ત રાસ
519
કહે પંડિત “ને ભણાઈ દેવ, નારિચરિત્ર ન જાણે દેવ; આગે કોઈ ન ભણિક સોઈ, હવે પુરુષ નવિ ભણસ્ય કોઈ. એ નારી બહુ નર નમ્યા, કેતા નરયમાહે રડવડ્યા; કેતા નર કીધા રેવણી, નારિ નઉ હિ કહે ને આપણી. શર સિંગલ્થ માંડે વ્યાપ, પરિ-પરિ કરે ઘણેરા પાપ; નર હત્યા લિઈ નિત-નિત ઘણી, તે સંગતિ સવિ નારીતણી'. કુંઅર કહે “અહે ભણસ્યું તેવ, નારિચરિત્ર ભણાવો દેવા;' વલી-વલી રઢિ કરે કુમાર, સ્ત્રીચરિત્ર માંડ્યું તેણી વાર નારિચરિત્ર મંડાવ્યે જામ, તવ કુઅર ચાલિઓ આરામ; નિવરે વને વિદ્યા અભ્યસે, રાતિ નગરમાહિ વાસો વસે. શેઠ ભલો એક શ્રીદત્ત નામ, વસે મહાજન તેણે ગામ; કુમર એક તેહની વહૂ ભલી, ગોખ ઊપરિ બેઠી એકલી. દીઠો કુંઅર ભૂષણ પરિવરિઉં, કહે અનંગ અવની-અવતર્યો; કમલ-પાંખડી નયન વિશાલ, દેખી મન ચિંતે તે બાલ. એકવાર સંધ્યાને સમે, કુમર આવતો દેખી ગમે; એક વિચાર કરીએ તે ખરો, કુમર પ્રતે નાખ્યો કાંકરો. તે કુમારીનું કેહુ નામ?, કેણે કારણે તે બેઠી તામી;
કુણ પિતા? તે કહેની બહુ, કહે કવિઅણ તે કહિશું સહુ. દૂહો -
પાંચ ખંડ પોઢે કરી, રચીઓ એહ પ્રબંધ; ભીમ ભણે ભવિઅણ સુણે, તો છૂટે ભવ બંધ.
૧. નરકમાં. ૨. દુર્દશા. ફજેતી. ૩. દિવસે(?). ૪. કથની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org