________________
518
ભીમ (શ્રાવક) કૃત
“હેલા મશિ હાથીઓ, જો નીચા મઈ ડાલ; તોહિ ન પામે બોકડો, જો કુદે શત ફાલ. બ્રહ્મણ તવ આગલિ થયો, પૂછે પલે કુમાર; મંદિર ગયા બેહુ તેહને, જોઈ ઘર આચાર. ઈમ બાલક બોલે ઘણ. વિદ્યા વચન વિલાસઃ તવ કુંઅર મનિ ચિંતવે, “એ નિચ્ચે નેસાલ.” પંડિત પ્રત્યે ઈમ ઉચ્ચરે, “મઝ ભણાવો દેવ!; વિદ્યા વિણ નર દૂખ સહે, ભૂલો ભમે સ્વમેવ. જો મેં વિદ્યા નવિ ભણી, તો મેં ઍડિઓ રાજ; પરિ-પરિના દૂખ તો સહ્યા, લોપી પંડિત લાજ. જસ વિદ્યા તસ ધન ઘણું, જસ વિદ્યા તસ રૂપ; વિદ્યા વિણ તિમ જાણજ્યો, અંધ ન જાણે કૂપ. પદ્ગ ગણુ હું અહીં રહુ', ચિંતે અગડકુમાર;
“કર્મણિ ગતિ છે કીશી, જોકે શાસ્ત્ર વિચાર.” ચોપૈઃ
દિન-દિન કુમર કરે અભ્યાસ, દિવસ-દિવસ પ્રતિ કરે વનવાસ; પંડિત વાંહણે જે પદ કહે, તેહનો ઉત્તર સાંઝે લહે. ભણિઓ કુઅર ભડવાના મર્મ, છત્તીસે આયુધના સર્મ; નાટક-વિદ્યા ભણિ વિચિત્ત, ભાણ્યા ઘણા બહુ પુન્ય ચરિત્ત. ભરત ભેદ પિંગલના લહ્યા, સીખ્યા રાગ સવે મનિ રહ્યા; સકલ શાસ્ત્ર એણીપરિ ભણવું, સ્ત્રીચરિત્ર ઉપર મન કરિઉ.
૧. સહેલાઈથી, સરળતાથી. ૨. સવારે. ૩. ભડવું યુદ્ધ કરવું, ભડવાના યુદ્ધના. ૪. ભેદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org