SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ ઠામ-ઠામ જલ જયણા કરે, શ્રી નવકાર નામ ઊચ્ચરે; પરમેશ્વર ઊપરિ મન ધરે, પાપકર્મથી અલગા ફિરે. દેહરે પોસાલે સહુ જાય, જે જિનવરને લાગે પાય; મન જાણે સંસાર અસાર, તેણે કરી વાઘે ભાવ અપાર. જિનસાસને છે એહ વિચાર, કહિતા કિમહી ન આવે પાર; કહે કવિતા આદરસ્યું જેહ, ભવ-બંધણથી છૂટે તેહ. બ્રાહ્મણ અહનિસિ પાલે બ્રહ્મ, ભણે વેદ સાધે ષટ કર્મ; મહેશ્રી નર દીસે બહુ, સુખે સમાધે વિલસે સહ. ક્ષત્રી ક્ષત્રવટ પાલે સાર, કૌતિક કોડિ ન લાભે પાર; વિજયસિંહ નામે નરનાથ, સીમાડા જોડાવ્યા હાથ’. દૃષ્ટાઃ નગર તણિ પરિ ઈમ સુણી, જંપે અગડકુમાર; ‘ઈહીં રહે ઘટ તું સહી, ધન-ધન એ આચાર’. ખેડામાહિથી કાઢીઉ, રત્ન અમુલિક એક; ‘લિઓ જોસી આ દક્ષણા’, વચને કીધ વિવેક. તવ તે બ્રાહ્મણ ચિંતવે, ‘એ કો કારણ રૂપ; એણે અહિનાણિઈ ઓલખિઓ, એ નર નિશ્ચે ભૂપ. કેતા નર દમણઉ દીઈ, તવ પેખે આકાશ; રયણ અમુલિક મુઝ દીઉ, તેડૂ મુઝ આવાસ. એહથકી આગલિ અમ્હે, લહિયૂં વિવિધ વિચાર; પૂરવ પૂજ્યે પામીઓ, એહ અમ્હે આધાર’. ૧. કેડમાંથી. ૨. નિશાનીથી. ૩. દુમ્મ=નાણુ, પૈસા. Jain Education International For Personal & Private Use Only ૬૬ ૬૭ ૬૮ ૬૯ ૭૦ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ 517 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy