SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ 516 ભીમ (શ્રાવક) કૃતા ૫૮ ચોપાઈ - ભણે વિપ્ર “સહુ કહિયૅ અખ્ત, કિશે કાજે પૂછો છો તુભે?; પહિલા કહો તમારું કામ, પછે કહુ નરવર નેં ગામ”. વસ્તુ - કુમર પભણે કુમર પભણે, સુણિને દ્વિજ-રાજ; અસ્તે આવ્યા ઉજેણિથી, સુણિએ ગામ મોટુઅ જાણીએ; પંથિ પલ્યા થાક્યા થયા, ઘણી બુદ્ધિ હૈયડે આણીએ, અડે અતિ મારગિ ૧ઊસના, જોઈઈ જમવા ઠામ; તેણે કારણે અમ્બે પૂછીલ, એહ અમ્હારુ કામ”. ચોપાઈઃ તે બ્રાહ્મણ બોલ્યો તેણી વાર, કનકાવતી નગર એ સાર; ગઢ-મઢ-મંદિર દિસે ઓલિ, કનક કોસીસ ઝલકે પોલિ. મોટા મંદિર ને માલીઆ, પરિ-પરિના ઉપરિ જાલી; વસે વિવેકી વર્ણ અઢાર, તેહતણો નવિ લાભે પાર. નગરમાંહિ કોટીધજ સોઈ, કોડિમાંહિ તે બાહિરિ હોઈ; વસે વિવહારી વારુ ઘણા, લખેસરીતણી નહી મણા. ધર્મ નીમ પાલે આચાર, પડ્યા નર પીહર સાધાર; એક સહસ રષિ તેણે પુરે રહે, પ્રહ ઊગમતે પૂજા લહેં. વા વસ્ત્રતણા વ્યાપાર, થાનકે થાનકે "શનૂકાર; કરે પુણ્ય નિશ્ચલ નર-નારિ, આપ આપણે રહિ આચાર. જિનવર પૂજા કરે તે સહુ, જિવદયા જન પાલે બહુ; ઉભયકાલ પડિકમણૂં હોય, જે સિદ્ધાંતે બોલ્યુ સોહ. ૧. ભ્રષ્ટ થયા, ભૂલા પડ્યા. ૨. કરોડપતિ. ૩. પ્રમાણ. ૪. આશ્રયસ્થાન, આધાર રુપ. ૫. દાનશાળા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy