________________
અગડદત્ત રાસ
515
બાલપણે બહુ બુદ્ધિનિધાન, કૃમિ-કૃમિ મૂકે ગિરવન–રાન; વાઘ-સિંઘ ફેતકારા કરે, કુંઅર કશી ન આરત ધરે. સાથિ લીયાં શરસીંગણિ જોડ, દીસે પંખી કોડા કોડિ; રાતિ-દિવસ તે પાલુ પલે, પંથી કોઈ ના પંથે મિલે. વલી સાંભલે ઘરના સુખ, તિમ-તિમ હૈઅડે આણે દુખ; વલી વલી કરે હાહાકાર, “કિશા કર્મ કીધા? કિરતાર!.” ઈમ જાતા દૂખ દીઠાં જેહ, કહિઈ કવિતા ન કહવાઈ તે; મૂકી પાલિ વન આધો ગયો, માલવ “મંડલે પુછતો થયો. કુઅર પૂછે “આ કુણ ગામ? કેહુ દેશ? કુણ ઠાકુર-નામ?';
વદે વિપ્ર “એ માલવદેસ, ઊજેણિ અધિપતિ નરેસ'. દૂહા
કુઅર ભણે “આહાં જો રહું, તો મારી જાઈ મામ; હું એની ઓલગ કરું, એ નો હિ મારુ કામ. તવ તે તિયાથી સાંચર્યો, ભૂજબળતણે આધાર; કર્મ વિશેષે જઈ રહ્યો, મારુદેશ મઝાર. નગર નિવેસે જઈ રહ્યો, કીધો વિપ્ર પ્રણામ; કહુ પંડિત! અમ એત, કુણ ઠાકુર? કુણ ગામ?. કિશા લોક વાશે વસે?, કરે કિશા વ્યાપાર?; નિત-નિત સી પરિ સંભવે, કો કહિ દિઈ આધાર?. નગરતણી પરિ છે કીશી? કેહવા ધર્મ વિચાર?; દરસન કેતા માનીઈ? કહું જોશી! વિસ્તાર'.
૧. જંગલ. ૨. ભય. ૩. બાણ અને ધનુષ. ૪. પગપાળા ચાલે. ૫. દેશે. ૬. સેવા. ૭. પરિસ્થિતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org