________________
514
ભીમ (શ્રાવક) કૃતા
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
જો અણબોલ્યા રહિસ્ટ્રે સહુ, તઓ એ કર્મ કરર્યો બહુ; સહુ મિલી આવઉ અધિવાસ, તો આપણે કીજે અરદાસ'. તુ માહાજન મિલી આવિ ગોટ, આગલિ કરી કુંચીની મોટ; સહુ આવિ તવ રાજદૂઆરિ, રાજા બોલે કરી વિચાર. રાજા બોલે જોઈ ચાલ, કુણિ કારણિ પાડી હડતાલ; સહુ મિલી તખ્ત આવીઉ આજ, રાજ અભ્યારે લાગી લાજ.” બોલે મહાજન કરી જોહાર, “સ્વામી કુટલે તમ્મ કુમાર; નગરમાંહિ સંતાપીઉ સહુ, સ્વામી કસ્યુ કહિ જે બહુ?” તવ રાજા સરિ ઓઠી ઝાલ, રીસેં રૂપ થયો વિકરાલ; મંત્રી પ્રતઈ ઈમ બોલે રાઉ, “મારુકે ઝંડાવો ઠાઉ'. તવ મંત્રીસર “આયસ ધરાઈ, કુમર પ્રત્યે દેસઉટઓ કરે; કહે કુંમર એ નિર્ગુણ તાત, મુઝ પહિલી ન જણાવી વાત. જો મુઝ વાત જણાવત ઈશી, હું પર પીડા ન કરત કિશી; બાલપણે હું છલીઓ આમ, હવે રાયનું ન લેઉ નામ. સેવૂ તે ઠાકુર તે ગામ, જિહાં રાયડૂ ન લેઈ નામ'; તજી રાજા ચાલિઓ કુઆર, નગરમાંહિ થીઓ સુખકાર. યત: त्रय: स्थानान्न मुञ्चन्ति, काका: कापुरुषा: मृगाः। अपमाने त्रयो यान्ति, सिंहा: सत्पुरुषा: गजा: ।।१।। મારગે ચિંતે અગડકુમાર, આજ એકલો થયો નિરધાર; મનિ ચિંતે પુરષારથ તેહ, બાંધ આપણે કીજે યેહ. ગ્રીષ્મ ગયુ રિતુ પાવસ ભયું, અતિ આકાસિ મેહ ઊનહુ; એકલમલ તવ ચાલિઓ હસી, મનિ નવિ આણે સંકા કિશી.
૪૩
४४
૪૫
૪૬
४७
૧. ઉપરનો વાસ૨. એકઠો થયેલો જ્ઞાતિ સમુદાય. ૩. ધન, પુંજી. ૪. સ્થાન. ૫. આદેસ. ૬. દેસોટન=દેશવટો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org