________________
અગડદત્ત રાસ
કમલનાલ બેહુ ભૂજ ચંગ, પીન પયોધર અતિ ઉત્તુંગ; કનકસૂડિ કર ખલકે ખરી, લંકિ હારિ માને કેસરી.
રાતા નખ રાતિ આંગલી, અમૃતવાણિ મુખિ બોલે વલી; સરસતિ કરે શેત સણગાર, કંઠે સોહે મુગતાફલ-હાર. પાએ નેઉર વાદ ઝમઝમે, સુરવર ચરણ-કમલે તુઝ નમઈ; બ્રમ્હા-વિષ્ણુ-મહેસ્વર જેહ, કરે ધ્યાન તુઝ માતા! તેહ. અવર દેવ! કેતા હું કહું?, ગુણ ગંધર્વ વિદ્યાધર બહુ; પ્રહિ ઉઠી તુઝ કરે પ્રણામ, તું વિ સીઝે તેહના કામ.
તું વિદ્યા તું લખમિ સાર, તું કવિઅણ-જણનું આધાર; તુહ પય-કમલ નમે નર નારિ, તે પુનરપિ નાવે સંસાર. ભવસાયર જે કવિ બૂતિ, તે તુઝ રતુંબડ કરી તરંત; જેહનેં તું મોટા કરે માય!, તેહનેં મહિઅલિ માને રાઈ.
જેહ પુરષ તુઝથી વેગલા, તેહ દિન દિસે દૂબલા; અંધ અરિસો ન લહે યમ્મ, પુન્નિ-પાપ નવિ જાણે તેમ્ન.
તુઝ પયકમલ હીયામાંહિ ધરું, કથા એકનું નાટિક ક; મુઝ મૂરિખ મનિ એહ મતિ સાઈ, રખે માત! માહારત હોય.
નગર એક રાજગૃહ સાર, સમોસરણ હોતું એકવાર; શ્રેણિક હઈડેં હરખિઉ બહુ, વીર વંદન કરવા ગિઉં સહુ. બેઠા તિહાં ગોયમ ગણધાર, આગિલ બેઠી પરષદા બાર; તવ શ્રેણિકનૃપ પૂછે હેવ, ‘કથા એક મઝને કહો દેવ!’.
૧. ઝંઝર. ૨. ટિ. ખાટલાના ચાર પાયે તુંબડા બંધી ઊંડી નદી ઉતરાતી હતી. ૩. મોટુ દુઃખ, પીડા.
Jain Education International
For Personal & Private Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
511
www.jainelibrary.org