________________
510
નાહી . ર્ભમ (શ્રાds) કૃd અગscરાસ લે
પ્રથમ ખંડ
می
به
به
»
દૂહાઃ
પ્રથમ પ્રણમું સારદા, કવીઅણકેરી માય; અવિચલપદ આપે સદા, તુઠી કરઈ પસાઉ. તુ સમિણિ માતા-પિતા, તુ બંધવ તુ મિત્ત; તુહ પયકમલ હિઈ ધરી, કહિશિ ક્યા સુપવિત્ત. જે કવિયણ વાણી કવઈ, તે તુઝ કરે પ્રણામ; જઉ તુ માત! માયા કરે, તુ સીઝઈ સવિ કામ. મુઝ મુરખ મન ઉપનઓ, ભાવ ભલો અતિસાર;
અગડદર રષિરાયનું, રાસ રચિશિ વિસ્તારિ. ચુપઈઃ
કાસમીર મુખિ તું મંડણી, તું સરસતિ હંસાગામિણી; દક્ષણ કરિ તુઝ પુસ્તગ હોય, વામ કરિ વર વિણા સોઈ. ૨વિણા-દંડ શિરિ લહકઈ ઈસ્ય, જાણે કૃષ્ણ ભૂઅંગમ જણ્યું; મસ્તકે મનમોહન રાખડી, મણિ-મુક્તાફલ-હીરે જડી. વદન કમલિ પુનિમ સશી વસે, અધર રંગિ પરવાલી હસઈ; દેહ વાન ચંપક-પાંખડી, પંકજ-દલ જીપે આંખડી. કાને કુંડલ ઝલકે ઈશા, ચંદ્ર-સૂર ભામંડલ જશા; નાશા જેવી ઇતિલનું ફૂલ, ઊપરિ મોતિનું નહી મૂલ. ધનુષાકારે ભમુહિ વાકુડી, જાણે મયણતણી આકુડી; દંત દાડિમ કૂલી હુઈ જશી, વચન કલા કવિઅણ કહું કિશી?.
૧. વર્ણવી, રચી. ૨. વેણી. ૩. સર્પ. ૪. સ્ત્રીઓનું મસ્તક પર પહેરવાનું ઘરેણું. ૫. મોતી. ૬. તલના છોડનું ફુલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org