________________
502
પુન્યનિધાનજી કૃતા
કૂર્મ-ગુપત-કાયા રહઈ જી, નહી મન લોભ લિગાર રે; માયા નઈ મમતાતણી રે, કીધઉ જિણે પરિહાર રે.
૩ સાધુ તપ-તેજિઇ દિણયર નિસારે, સોમ-દૂષ્ટિ સોમ સમાન રે; સુરત સુરગવિ સારિખા જી. ધીરમ મેર પ્રમાણ રે. ૪ સાધુ ડીલિ સુશ્રુષા નવિ કરઈ જી, અતિ મલિન વસ્ત્ર ધરઈ દેહ રે; પાલઈ પ્રવચન માતનઈ રે, નિતુ રાખઈ જિન ધ્રમ-નેહ રે. ૫ સાધુ રન-વનમઈ ફિરતા રહઈ રે, સહઈ ઉપસર્ગ અનેક રે; સૂત્ર-વચન વાચઇ સદા રે, ધ્યાનશું અરિહંત એક રે.
૬ સાધુ દ્વિવિધ ધર્મ પ્રકાસતા રે, તીને તત્ત્વ રાખણહાર રે; વારક ગતિ ચ્યારે તણા રે, પંચમી ગતિ સાધણહાર રે. ૭ સાધુ જે પટકાય ન દૂહવઈ જી, જીપક સાતે ધાડ રે; આઠે મદ અલગા કીયા જી, ભલ રાખઈ વલિ નવિ વાડ રે. ૮ સાધુ દસવિધિ યતિધમ દાખતા જી, વલિ અંગ અગ્યારઈ જાણ રે; બારે વલે ઉપાંગના જી નિતુ પ્રતિ કરઈ વખાણ રે.
૯ સાધુ ચૂરક તેરઈ કાઠીયા જી, “ચવદહ વિદ્યા નિજજાણ રે; પનર ભેદ સિદ્ધિના સદા જી, કહિ બુઝવઈ સુઝાણ રે. ૧૦ સાધુ સોલ કલા સસિની પરઈ જી, દીપક ગછના જાણ રે; સતર ભેદ પૂજાતણા રે, ઉપદસક અભિધાન રે.
૧૧ સાધુ અઢાર ભાર વનસ્પતી જી, ઉગણીસ કાઉસગ દોષ રે; મનસુધિ કરિ “જે પરિહરે જી, ન કરઈ સંયમ દોષ રે. ૧૨ સાધુ કુમર આય બઈઠી તિહાં રે, દેખિ ઈહવા અણગાર રે; પાપ-પડલ દૂરઈ ગયા રે, હુયી પુણ્ય-અંકૂર પસાર રે. ૧૩ સાધુ
૧. ધીર=ધીરજમાં. ૨. શરીરની. ૩. ધાતુ. ૪. ચૌદ. ૫. પાઠાવે તે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org