________________
અગડદત્ત રાસ
501
દૂહી:
શિવ તિહાં રાતિ સુખિઈ રહી, મદનમંજરી સંગ; પહુતા પરભાતે પુરી, આપણ ઘરિ મનરંગ. કુમર કો જાણ્યઉ નહી, દારાતણ૩ ૧દુરોગ; રાતિ-દિવસ રસીયઉ હરઈ, ભામિણિ-રસ-સંભોગ. એક દિવસ તે રાયતનય, ખેલઈ ચઉક-ચઉગાન; તુરી ચપેટ્યઉ તાજણઈ, ઉડિ લાગઉ અસમાન. યુ ખાંચઈ ત્યઉ ઊઘમઈ, વિપરીત-શિખ્ય વિડંગ; ઢીલી વાગ કીયાં તુરત, ઉભી રહયઉ મનરંગ. કુમરઈ ગુણ અણજાણતઈ, આણ્ય તુરી અલંગ; અટવીમાં ઉભાઉ રહયો, ઝાઝા જિહાં ત–ઝંગ. તિણ વનમાં ફિરતાં થકાં, દીઠઉ દેવલ એક; ચારણ-શ્રમણ થતી તિહાં, બઈઠા તેથ અનેક. સાહસગતિ નામઈ કરી, આચારિજ અણગાર;
ચારિત્ર પાત્ર મહંત ગુણ, સાધુ વેસ સિણગાર. ઢાલઃ ૧૩, પુરઉનઇ સુહાગણ સડી સાથીય- એહની ઢાલ
સાધુ ગુણે કરિ સોભતા જી, સુમતિ-ગુપતિ ભંડાર રે; પાંચે વસિ ઇંદ્રી કીયા રે, કિરિયાવંત ઉદાર રે.
સાધુ ગુણ કરિ સોભતી રે. ચિત ચોખલે રાખઈ સદા, ન કરઈ ક્રોધ લગાર રે; સમતારસમાં ઝીલતા જી, પ્રવચનતણાં ભંડાર રે.
૨ સાધુ
૧. દુરાચાર. ૨. રાજપૂત્ર. ૩. ચાબુકથી. ૪. અશ્વ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org