________________
અગડદત્ત રાસ
દૂહા
હાથી ખેલ ખેલાવીયો, કીધો પાડા પ્રાય; હિવ તિહથી આગઈ ચલ્યો, અગડદત્ત નરરાય.
ઊઠ્યો તેહવઈ એહવો, સબલ પરાક્રમ સી; ધરતી પૂછ પછાડતો, અરિ ડારતો અબીહ. સામ્યો આયો સાંફલે, નરવરસું નહરાલ; ગુહિરઇ સાદ ગડૂકતો, કરતઉ ૧લોદુ લંકાલ.
વાઘ વાઉ વાહણ હૂઆ, પગભર ખિસ્યા ન જાય; ઉઠ્યઉ કુમર પરાક્રમી, મંડ્યો સામ્હો આય.
કુમર હાથ કસ કટિ રહ્યો, પાડ્યો ખડગ પ્રહાર; કહર વાઘ બિવે ખસ્યાં, કેહરિરો જયકાર.
વિઘન ખંડિ આગઈ ખડ્યો, મારગ વિચઈ ભુયંગ; ઈતરઈ દીઠો એહવૌ, અતિ પકામસ વ્રણ અંગ.
લપરક દોઈ જીહાં લસઈ, ધમઈ જેમ ધમંત; ફણા ટોપ કીધઈ ફણી રે, રેલ જિસૌ રલકંત.
દેખિ સર્પ મનમઈ ડરી, મદનમંજરી નાર; ગલિ વિલગી ગોરી કહઈ, ‘વાલ્હમ! વાસગ વાર.’
કલા-બહુત્તર-નિધિ કુમર, છાંટ્યો રજ જપ મંત; હૂયો સાપ તે સીદરી, ખેલાયો એકંત.
નિરભય કરિ નિજ કામિની, સુખ સમાધ નરનાહ; સંખઉર આયા સહર, કિતલાઈક દિનમાંહિ.
Jain Education International
૨
For Personal & Private Use Only
૩
૪
૫
૭
८
૯
૧૦
૧. રૌદ્ર. ૨. વાઉલ=વ્યાકુળ, ઉન્મત્ત. ૩. સિંહનો. ૪. પાઠા૦ ઘડિ. ૫. કાળો. ૬. વર્ણ, પાઠા વ્રન. ૭. પ્રવાહ. ૮. ભટકતો, આંટા મારતો. ૯. સીંદરી=કાથીની દોરી.
491
www.jainelibrary.org