________________
અગડદત્ત રાસ
465
યત: वसुधाभरणं पुरुषः पुरुषाभरणं प्रधानतरा लक्ष्मीः । लक्ष्म्याभरणं दानं, दानाभरणं सुपात्रं च ।।१।। [आर्या પરઉપગારઈ જે પરિગડા, પરગુણ વદન વદઈ પરિગડા; સીલવંત સખાઈ આચાર, ઇસડા લોક વસઈ જુ અપાર. સારીખી જોડી સુંદરી, ભાગવતી નઈ બહુ ગુણ ભરી; પદમિણિ પ્રીતમસું બહુ પ્રીતિ, રાખઈ નિસદિન એવી જ રીતિ. કનક-વરણ દીસઈ કામિની, ઘુતિ જલકઈ જાણે દામિની; હલકી ચાલઈ યું હાથિણી, માતી ડીલ ઇસી નહુ મિણી. ચંદ્રમુખી ચઉકઈ ઉજલઈ, ચિત દેખે સુર-નરનું ચલઈ; અણીઆલી સોહઈ આંખડી, પોયણની જાણે પાંખડી. ડી વેણી સિર રાખડી, જાણે મણિધર” રાખ્યું જડી; સોહઈ નાસ ઈસો સંપુટો, પ્રહસિત જાણે તરુ પોપટો. બોલઈ મધુર સબદ મુખિ બાલ, લચકઈ કટિ-તટ યું લંકાલ;
દોનું કુચ સોવનની દડી, ઘણી ખાંતિ સંઘાડઈ ઘડી. સિખ નખ વિચિ ઓપઈ સિણગાર, સોહઈ ગ્રહણા પહિર્યા સાર; ઇસડી લોકારઈ અંગના, દેવાં ગ્રહિ યું દેવાંગના. એક-એકથી અધિક અવાસ, ખાંતઈ અચણીયા દીસઈ ખાસ; ઊંચા ઈસા “અરસનઈ અડઈ, ખસતાં મેહ જિહાં આખુડઈ. બારી ગૌખ ઘણા બારણા, ઘડતાં ચિત્ર વણીયા ઘણા; ચું કહીયઈ તિણ ઘરની સાખ?, લાગઇ એકણિ આલઈ લાખ.
૧૧
૧૨
૧. તત્પર. ૨. પ્રગટ. ૩. વિજળી. ૪. શરીર. ૫. સરખાવો- સમયસુંદરજી કૃત પાર્શ્વનાથ સ્તવન “અણીયાલી તારી આંખડી, જાણે કમલની પાંખડી, ૬. માથાનું ઘરેણું. ૭. પાઠાદાખજે. ૮. પાઠાઠ ચલકિ. ૯. સિંહ. ૧૦. પાઠાછોનું. ૧૧. દીપે છે, શોભે છે. ૧૨. ઘરેણા. ૧૩. પાઠાકલોરેઈ. ૧૪. ચશ્યા. ૧૫. આકાશને. ૧૬. અફડાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org