________________
અગડદત્ત રાસ
457
દોહાઃ
તે સુતા નિદ્રા વિષે, રાણી જાગી તામ; હમને દેખી “વિભલ થઈ, સ્યામાં આત્મારામ. વિષે કરી માતી થઈ, રાગ વિષે લયલીન; કરજોડી હમ આગલે, વચન વદે અતિદીન. “તુમ છો સ્વામી માહરા, હું છું થારી નાર; રાય તજી થાને ગ્રહ, ભોગો સુખ સંસાર”. હમ જાણો નિજ મન વિષે, “નૃપ તજી હમ પાસ; આવે છે એ કામણી, પરખો બધી પ્રકાસ”. હમ કહો “સુણ કામની! જો માને હમ વાય; સિર છેદે નિજ કંતનો, તો સંસો મિટ જાય”. ઓછી બુધિ નારતણી, ખડગ લેઈ નિજ હાથ;
મારણ ચાલી તુઝભણી, સાંભળજો નરનાથ! ઢાલઃ ૧૪, જગતગુરુ ત્રિસલાનંદન વીર-એ દેસી.
હમ જાણિ નિજ મન વિષે જી, “એહ છે નારિ કુનાર; જો મારે નિજ મંતને જી, ધગ ધગ એહ સંસાર”.
રાજેશ્વર! સાચી કર એહ માન-આંકણી. તેહ કરથી ખોસકે જી, હમ લીની સમસીર; નિંદી હમ પાંચો જણા જી, રુદન કરે વોહ નાર. ૨ રાજેશ્વર એહ નીરખી હમ વારતા જી, મનમેં થયા દલગીર; અથિર દેખ સંસારને જી, હમ પાંચો ભયે ફકીર.
૩ રાજેશ્વર
૧. વિવલ. ૨. સ્ત્રી. ૩. વચન. ૪. પડાવી. ૫. તલવાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org