________________
456
નંદલાલજી કૃત
અનુમતિ લે વનમાંહિ બેઠા, ગ્યાન ઈસણમેં પાંચો સૈઠા; એકદિન રાજા વન ક્રીડા આવે, પાંચ મુની દેખી સુખ પાવે. ચકમલ રિષ વંદે પાયા, બે કરજોડિ પૂછે રાયા; “પ્રભુજી! થારો નામ પ્રકાસો, મેહર કરીન મુઝ પરભાસો.” સાધુ કહે “જો હરયલ ચોરા, તેહના છે હમ પાંચો વીરા; ભીમપુની રુદ્ર બીજો સ્વામી, તીજો મુનિચંદ્ર સિરનામી. ભાનુમુની ચૌથો સોભાગી, પાંચમો આણંદરિષ મુની ત્યાગી; સુણ રાજા! એહ માહારા નામો, સંજમ લેઈ હમે સુખ પાયો.” રાય કહે “સુણો મુનીરાયા, સ્વામી! કિમ યે સંજમ પાયા?;' સાધુ કહે “સુણો બડભાગી!, વાત કહો તે જિણમતિ રાગી. હરયેલના હમ છે લઘુ વીરા, ચોરી કરે હમ સાહસ ધીરા; હરયલને છલકર થે માર્યો, તસ ધુયા ગગનખેચરી સારો. જબ થે કેસ ગ્રહી તે આણી, રાજા આગલ અબલા પ્રાણી; કાસીપતી કુર્ણા કરાઈ, ગગનખેચરી તામ છોડાઈ. વિદ્યાબલ ઉડ ગઈ આકાસો, લોકા પામ્યો અચરજ હાંસો; રુદન કરતી હમ ઘર આઈ, બાપ-મરણની વાત સુણાઈ. હમ સાંભલને બહુ દુખ પાયા, તુઝ મારણ ભણી બિડો ઠાયા; છલ તાકતા અહોનિસ ધામે, તુઝ “માર્ણ અવસર નહીં પામે. જબ તુમ રામતિને વન આયો, રાણીને વિષધર જબ ખાયો; રાણી મોહ-મર્ણ તે લીની, વિદ્યાધર તે સાજી કીની. હર્ષ થઈ સુતા આવાસે, જબ હમ મારણ આયા તુઝ પાસે; તેરમી ઢાલ રાજા સુણ વાણી, અચર્જ પામ્યો ઉત્તમ પ્રાણી.
૧. શ્રેષ્ઠ. ૨. અમારા ૩. વિદ્યાધરી. ૪. કરૂણા. ૫. મારવા માટે. ૬. મરણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org