________________
452
નંદલાલજી કૃતા
૨ ધન-ધન)
વિર્ય આરાધ કેવલ લહી, અષ્ટ કર્મતણો કિયો દલ ચુર તો; જોગ રૂંધીને શિવગત ગયા, અલખ નિરંજન સુખ ભરપુર તો. સંખપુરીતણો રાજવી, અગડદા રાય થયો જી વખ્યાત તો; શત્રુ-નિકંદન મહાબલી, પ્રજા હો લોક સુખઈ દિન-રાત તો. ૩ ધન-ધન, માસ વસંત તિહાં આવીયા, ફલી છે વેલ તીહાં વનરાય તો; કોકિલા-મોર ટહુકા કરે, મદ વિષે ભુમકા થઈ સુખ થાય તો. ૪ ધન-ધન, વણરિષ આય ઈમ ઉચરે, “સ્વામી! રામતિ કરો બાગ મંઝાર તો: માસ વસંત સોહાવણો, આવે એક વર્ષમે એહ વવહાર તો.” ૫ ધન-ધન, રાજવી સહિત અંતેવરી, બાગમેં આવીયો રામતિ કાજ તો; કીડા રામતિ કરે અતિ ઘણી, રાચિ રહ્યો તિહાં માહારાજ તો. ૬ ધન-ધન, રજનીમે એક અનર્થ ભયો, અગડદતરાય પટરાણી જેહ તો; નિદ્રામે સુતિ વિષધર ડંખી, મુરછા આઈ છે અચેતન હોઈ તો. ૭ ધન-ધન, રાયને વલભ અતિઘણી, મોટો કરીને થયો છે બેહાલ તો; રોવે જી વિલવલે અતિ ઘણા, મોહકર્મતણા એવો જંજાલ તો. ૮ ધન-ધન, વિષ કરી રાણી દેહી ભરી, હોગઈ તતખણ મૃત સમાન તો; રાજવી મોહ"ગહેલો હુવા, હો ગયો મરણ માંડો છે રાજાને તો. ૯ ધન-ધન, મહતા પ્રધાન સમઝાવતા, બે કરજોડીને શીશ નમાય તો; “નારી પાછે કાંઈ દેહ તજો, પગતણિ પાનહી તિરિયા ગણાય તો.”૧૦ ધન-ધન, चकवट्टी य केसवा, मंडलीय महिपति । भावप्या श्रीअणगारे, चत्तारि धीरपुरिसा ।। १ ।। હઠ કરિ લોકને રાખીયો, એટલે એક વિદ્યાધર આય તો; વિદ્યા કરીને નિરવિષ કરી, રાય પરિવાર સહુ હર્ષ મન થાય તો. ૧૧ ધન-ધન, કેતલા કાલ વનમેં રહે, રાય-રાણી સુતા રયણ મઝાર તો; ગ્યારમી ઢાલ પૂર્ણ થઈ, આગલ કેમ થાસી અધિકાર તો? ૧૨ ધન-ધન,
૧. વિરતિ. ૨. સૈન્ય. ૩. વનપાલક. ૪. વલોપાત કરે. ૫. ઘેલો. ૬. સ્ત્રીઓ. ૭. રાત્રી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org