________________
અગડદત્ત રાસ
441
૫ હરયલ
૬ હરયલ
૭ હરયલ૦
૮ હરયલ
ખડગ વાજી તિહાં કાઠપે, ચોર દગા પિણ જાણ રે; ભય કર એકલો નાસિયો, પાછે કુમર તતકાલો રે. અગડદત્ત પાછે જાઈ, ખડગ કરા પ્રહાર રે; ચોર પડો ધરતિ વિષે, કરતો એમ ઉચાર રે. કુમર પ્રતે ઈણ પ્રકહે, “સુણ-સુણ રાજકુમાર! રે; વૃખતલે ગુફાથકી, બીજો દર્વ અપાર રે. ગુફા એક ભવન છે, સુંદર રૂપ આકાર રે; એક કન્યા છે રે સોભતી, પરણીજો તેં સુવિચાર રે. હું દુરજન તસ્કર હોતો, કોઈ ન મારણ જોગ રે; કર્મ ઉદે આયા માહરે, છૂટે ના ડિવિણ ભોગ રે.” એમ કહી તસ્કર અવો, પામ્યા નર્ક નિવાસો રે; પ્રમાધામીને વસ પડો, રાત દિવસ ઘણી ત્રાસી રે. ખેત્ર વેદના નર્કમેં, કહી દસ પ્રકાર રે; માહોમાહિ નેરીયા, કર્તા મારોભાર રે. એવી નર્કમેં વેદના, ચોર સહ નિજ કર્મ રે; છઠી ઢાલમેં જાણજો, સહાઈ જિણધર્મ રે.
૯ હરયલ૦
૧૦ હરયલ
૧૧ હરયલ૦
૧૨ હરયલ
૧. વિંઝી. ૨. પામીને. ૩. દ્રવ્ય. ૪. ઉદયે. ૫. હમણા. ૬. પરમાધામીને. ૭. નરકના જીવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org