________________
અગડદત્ત રાસા
431
ચંડી-સંડી-ખેત્રપાલ, ભૈરવ-ભોપા ઓર જંજાલ; પુજે “ઢોકે સરે નહીં કાજ, ચિંતાતુર રહે મહારાજ. સંખપુરીથી જોજન ચાર, એક અગડ છે અતિ વિસ્તાર; બ્રહ્મકુપ છે તેહનો નામ, લોક ઘણા પુજે સુભધામ. નર-નારિ પૂજે તે કુપ, ફલ ચઢાવે ખેવે ધુપ; દૂધ-પુત માંગે સંસાર, બ્રહ્મકૂપ સબ પુર્ણહાર. એવી વાત એણી વિસ્તરી, કુપ પુજનની મનસા ધરી; રાજાને જણાવી વાત, બ્રહ્મકુમ પૂજો મહારાજ! જો કુછ માગે સોઈ વરે, ઈછા પૂર્ણ મનની કરે; રાજા માની એહ સબ વાત, દીપ-ધૂપ સામગ્રી સાથ. વાજંત્ર લેવે બહુલા સંગ, રાજા-રાણી મન ઉછરંગ; પુજા-અરચા તિહાં પિણ કરી, બૃહ્મકુપની આસા ધરી. ઈણપરિ રાણી કાલ ગમાય, સુખ-સુખે તેના દિન જાય; પહલી ઢાલ જોએ વખાણ, રાણી કિણ પરિ ધરે ધાન?.
૧ ભેટ ધરે=સુખડી વગેરે ચડાવે. ૨. કુવો. ૩. ઈચ્છા. ૪. ગર્ભ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org