________________
428
સ્થાનસાગરજી કૃત
૭૫૧
૭૫૨ મન
૭૫૩ મન૦
૭પ૪ મન,
ઢાલઃ ૩૮, રાગ- ધન્યાસી-દેસી. ધમલિની
નયરી ત્રંબાવતી જાણીઇ, અલકાપુરીય સમાન; દેવભુવન સોભઈ ભલાં, જાણુ હો ઇંદ્ર વિમાન. મનરંગઈ ભવિયણ! સાંભલો હો, એહ સંબંધ રસાલ. ધવલિત ધવલ ગૃહ ભલા, સોભિત માલિ-અટાલિ; કામિની જન મન મોહતી, સોહતિ ગજગતિ ચાલિ. પુન્યવંત નર તિહાં વસઈ, પાલઈ નિજ આચાર; જિનમિંદિર નિત રુયડાં, પૂજા રચાં નર-નારિ. વડ વ્યવહારી જાણીઈ, ભૂપ દીઈ જન માન; સાવાસુત નાગજી, ઉત્તમ પુરુષ પ્રધાન. દૃઢ સમકિત નિત ચિત્ત ધરઇ, સારઈ જિણવર સેવ; ભક્તિ કરઈ સાહીતણી, કુમતિતણી નહી ટેવ. રૂપવંત સોઈ સદા, સુંદરસુત અભિરામ; સકલ કલા-ગુણ આગરુ, રુપિ સોગઇ જિસ્યો કામ. મુનિસુવ્રત સુપસાઉલે, દિન અધિકુ નૂર; વિધપક્ષ ગછિ સોહાવલ, પુણ્યતણુ કરિ પૂર. તસ આગ્રહ જાણી ઘણો, ચરિત રચિલ મનોહાર; અગડદત્ત ષરાયનો, એહ સંબંધ ઉદાર. શ્રીગોડીપાસ પસાઉલઈ, સીધા વંછિત કામ; રાસ રચિઉ મહારિષિતણો, સમવસરણ સુભ ઠામ. વિહરમાન ગણધર ભલા, શ્રી કલ્યાણસાગર સૂરીરાય; અચલગછપતિ જગિ જયો, દેખતિ પાતિગ જાય.
૭પપ મન,
૭પ૬ મન
૭પ૭ મન,
૭પ૮ મન,
૭૫૯ મન,
૭૬૦ મન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org