________________
426
સ્થાનસાગરજી કૃત
સુરતટની તટિ જે વાલુકા કણ, જલધિ જલ જે હોઈ રે; બુદ્ધિમંત નર નિજ બુદ્ધિ બલિથી, પરિણામ ભાખઈ સોઈ રે. ૭૩૩ ઇમ તે હુ પણિ સ્ત્રી ચરિત્ર કેરો, કહી ન પામઈ પાર રે; વિષમગતિ મતિ વિષમ કરણી, કુગતિની દાતાર રે. ૭૩૪ ઈમ અથિર તન-ધન અથિર યોવન, અથિર એ પરિવાર રે; આયુ જિમ જલબિંદુ ચંચલ, વિણસતાં નહી વાર’ રે. ૭૩પ ઇમ. ઈમ અનિત્ય ભાવન ધરઈ તતખિણ, લહઈ પરમ સંવેગ રે; ચરણ પ્રણમી વદઈ વલી-વલી, “ટાલો ચિત્ત ઉદેગ રે. ૭૩૬ ઇમ સુણુ જ્ઞાનધર! વર સૂરિસુંદરી, ભાખી જે અધિકાર રે; એ ચરિત્ર મોરો નહી થોરો, નવિ લહું જસ પાર રે. ૭૩૭ ઈમ. સંસાર જલનિધિમાંહિ મુઝનઈ, બુડતાં પ્રભુ! વારઈ રે; સુખકરણિ તરણિ સંયમકેરી, આપી પાર ઊતારો રે. ૭૩૮ ઇમ પુન્યજોગઈ લહિઉ દરસણ, આપો દીન દયાલ! રે; ભવભ્રમણભય ભૂવિ ભૂરિ વારો, ષટ જીવના પ્રતિપાલ રે'. ૭૩૯ ઇમ. કહઈ સૂરિસુંદર “સુણુ નરવર!, મ મ કરુ ધર્મ પ્રમાદ રે; કરીય તપ-જપ શુદ્ધ સંજિમ, જિમ લહઉ જયવાદ રે’. ૭૪૦ ઇમ
૧. ગંગા. ૨. નૌકા, હોડી. ૩. દીક્ષા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org