________________
420
સ્થાનસાગરજી કૃત
૬૮૨
૬૮૩
૬૮૪
૬૮૫
૬૮૬
નાદ ભલા વન પંખીતણા, શ્રવણિ સુનીઈ સોહામણા; સજલ સરોવર દીસઈ “ચંગ, જોતા મનિ ઉપજાવઈ રંગ. કર-મુખ-ચરણ પખાલી કરી, તૃપ્ત થયો તે જલ વાવરી; પુનરપિ વનમાંહિ તે ભમઈ, નિજ નયણે પેખઈ તિણિ સમઈ. ઊંચો જિનવરતણો પ્રાસાદ,મેરુશિખર સમ મંડઈ વાદ; દંડ-કલસ-ધજ લહકઈ સાર, ઘંટારવ સુનીઈ મનોહાર. પ્રવર સોપાનિ વિરાજિત દ્વાર, ભીતિતણ તે બહુ વિસ્તાર; સોહઈ અપછર જિસિ પૂતલી, નિરખતા મન મોહઈ વલી. દેખી હરખઈ કુમર સુજાણ, આવી પ્રણમઈ જિણવરભાણ; કરજોડીનઈ કરઈ પ્રણામ, “તુમ્હ દીઠઈ સીધાં મુઝ કામ. ભવભય ભ્રમણ નિવારો આજ, આપો અવિચલ વંછિત રાજ!'; ત્રિણિ પ્રદખ્યણ દેઈ કરી, સ્તવન કરઈ મનિ ઊલટ ધરી. જિન પ્રણમીનઈ આવો ચલઈ, પેખઈ સહસા નિજ નયણલે; અનેક મુનિવરસિંઉ પરવર્યા, વિદ્યાધર વર સૂરીસરા. જિમ જ્યોતિષમાંહિ દિનમણિ, મણિમાંહિ જિમ ચિંતામણિ; વૃક્ષમાંહિ વડો સુરત, સોહઈ તિમ ખેચર મુનિવરુ. મુનિ દેખી મનિ હરખિત થાય, આવી પ્રણમાં ઋષિના પાય; કર જોડીનઈ દેસન સુણઈ, સફલ જન્મ નૃપનંદન ગુણઈ. બાલ-વૃદ્ધમુનિની પરષદા, પંચમહાવ્રત ધારઈ મુદા; વાંદઈ તેહનઈ નૃપ ભાવસિઉં, તતખિણ ચિત્ત વિમાસઈ ઈસિઉં. સરખી વય નિ સરખઈ વાનિ, પંચઈ દીસઈ ગુણની ખાનિ'; અવસર પામીનઈ શુભ મનિ, વિનય કરીનઈ ગુરુનઈ ભણઈ.
૬૮૭
૬૮૮
૬૮૯
६८०
૬૯૧
૬૯૨
૧. સુંદર, મનોહર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org