________________
અગડદત્ત રાસ
419
દૂહા
૬૭૨
૬૭૩
૬૭૪
૬૭૫
હરખ ધરી નિજ મિંદિરઇ, અગડદત્ત કુમાર; પંચ વિષયસુખ ભોગવઈ, નારિસરિસુ સાર. સુખઈ કાલ ગમઈ તિહાં, નર-નારી મન રંગિ;
દેવતણી પરિ દંપતી, સુખ વિલસઈ અભંગ. ચોપાઈઃ
કેતો કાલ ઈણિપરિ જાય, સુખ વિલસઈ રાણી નઈ રાય; એક દિવસ તિણિ પુરિ આવીયા, વડ વ્યાપારી મનિં ભાવીયા. લાવ્યા અશ્વ પરદેશી ઘણા, કાસમીર ખુરસાણહતણા; કાછેલા વાજી વલિ ભલા, સુભવરણા સોહઈ હાંસલા. લેઈ નૃપનાં વદ્ધામણું, ભેટાં અશ્વ કરી ભેટછું; અશ્વપરીખ્યા લહઈ કુમાર, આરોહીનઈ કરઈ તિવાર. આવી વનભૂમિ મોકલી, કુતિરંગમગતિ જોઈ તવ ભલી; પવનવેગિ તે ચાલ્યો જાય, ઘણી ભૂમિ તે આવઈ રાય. વાગ વલી જિમ કાઠી ઘરઈ, વકૂ તુરંગમ તિમ ગતિ કરઈ; નિજ પુર સીમા લંઘી ઘણી, વનમાં આવ્યો વસુધા ધણી. સુધા-તૃષા કરી પામિલ ખેદ, રાજા નવિ જાણઈ તસ ભેદ, મેલ્ટી વાગે ગ્રહી જવ ખરી, તિનિ થાનકિ ઊભો રહઈ તુરી. તુરંગમથી તતખિન ઊતરી, કૌતક જોવઈ વનના ફિરી; નંદનવન ઉપમ જેહની, કેતી સોભા કહું તેહની?. નાનાવિધિના વૃક્ષ અનેક, જોતા નાવઈ જેહનો છેક; અંબ-જંબ બહુ લીંબ કદંબ, સરલ તરલ-તમાલ પ્રલંબ.
૬૭૭
૬૭૮
६८०
૬૮૧
૧. ખુરાસાન દેશના. ૨. કચ્છના. ૩. કષ્ટ પૂર્વક=મજબુત. ૪. છેડો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org