________________
અગડદત્ત રાસા
415
૬૪૨
૬૪૩
૬૪૫
દૂહીઃ
યક્ષ ભુવનિ આવઈ યદા, ઊલટ ધરી અપાર; તિમરપૂર દેખઈ તદા, ચિંતઈ ચિત્તિ વિચાર. કરી અગનિ ઈણિ થાનકિ, વુલી જઈ એ રાતિ; વાઘ-સિંઘ વનચર ઘણા, નાવઈ તેહની જાતિ,” કુમર ક હિઈ] નારી પ્રતિ, સુણિ સસિનેહી! વાણિ; વાત ક કહું તુઝ રાયડી, એક વચન મુઝ માનિ.
૬૪૪ વિશ્વાનર લેવા ભણી, જાઊ છું ઇણિ કામિ;
તબ લગિ રહયો દૃઢ થઈ, સુંદરિ! એણઈ ઠામિ.” ઢાલઃ ૩૨, રાગ- અસાફરી, માહરા મનનામાએ દેસી.
વચન સુણી પ્રીતમતણા, તવ મધુર વચન] વદઈ નારિ રે; હું દાસી તુમ્ય ગુણ કેરડી, તું મુઝ પ્રાણઆધાર રે.
૬૪૬ સુણ સુણઉ રે વાલિંભ! મુઝ વીનતી, હું ભાડું બે કર જોડિ રે. આંકણી. એક મુખિ હું તાહરા, કેત ગુણ કહું સાર રે?; રયણ ટીલું સિરિ માહરઇ, હૃદયતણો તૂ હાર રે. ૬૪૭ સુણઉ૦ હું કિમ રહુ ઈણિ થાનકિં?, રયની ઘોર અંધાર રે; ઈણિ સુનઉ રે દેકલિ એકલી, હું અબલા નિરધાર રે. ૬૪૮ સુણઉ૦ ઈહાં ઘોર ઘૂક તે ઘૂઘુઈ, કર ભઈરવ ભીષમ નાદ રે તનુ કંપઇ તવ મોરડો, સુનિ-સુનિ તેહના સાદ રે. ૬૪૯ સુણઉ૦ હારે ગુજઈ વાઘ નઈ સિંઘલા, કરઈ ફેકારી ફેકાર રે; વલી બોલઈ બહુ સીઆલડાં, તિમરીના ઝંકાર રે. ૬૫૦ સુણઉ.
૧. પસાર થાય. ૨. મારો. ૩. સાપ. ૪. ફૂંફાડા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org