________________
410
સ્થાનસાગરજી કૃત
નારી વચનઈ રે સુરનર ભોલવ્યા, મોટા વલિ જે મુનિંદ; ઈણિ વનિતાઈ પાય નમાડીયા, હરિ હર-બ્રમ્હા-ચંદ્ર'. ૬૦૫ સુણયો. હવઈ તે નૃપસુત નારી મોહિલ, ન સહઈ વિરહ લગાર; જિમ મધુકર મનિ કમલનિ સુરભઇ, તિમ હુઉ તે કુમાર. ૬૦૬ સુણયો. સહસા દંસ થયો તવ નારિનઈ, નાગતણુ તિણિ વારિ; પ્રીઊ ઊછંગમાં તવ આવી પડઈ, “હા! હા!' કરીય પુકાર. ૬૦૭ સુણયો. નેહ વિલુધરે નિજ મનિ દુખ ધરઈ, કરઈ બહુ મંત્ર પ્રયોગ; વિષ વ્યાપઈ ખિણમાંહિ તદા, પામઈ પ્રાણ વિયોગ. ૬૦૮ સુણયો. દેખી મુરછા મુગધ લહઈ તિહાં, કુણ કરઇ આય ઉપાય; વાયઈ સીતલ વનની વાયરુ, ચેતન લહઈ વલી રાય. ૬૦૯ સુણયો. મુખિ નીસાસા રે નાખઈ અતિ ઘણા, વલી-વલી કરઈ રે વિલાપ; ગુણ સંભારઈ રે જે નિજ નારિના, વાધઈ વિરહનો વ્યાપ. ૬૧૦ સુણયો. કુન અવગુનિ નવિ બોલઈ મુહસિઉં?, સસિનેહી! સુકમાલી; એહ અવસ્થા રે દેખી તાહરી, મુઝ મનિ ઊઠઈ રે ઝાલ. ૬૧૧ સુણયો. કેતા ગુણ સંભારુ તાહરા? કામિની! કોમલઅંગ; શશિવદની! શુભ વાણી મુખિ વદઉં, ઉપાયો મુઝ રંગ.' ૬૧૨ સુણયો. માયા પડિલરે કુરે કુમર તે ટલવલઈ, થોડાં જલિ જિમ મીન; નયનઈ જલધર આવિલ ઊલટી, મોહિલ પડિલે થાઈ દીન. ૬૧૩ સુણયો.
૧. લુબ્ધ. ૨. આંધળો બનીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org