________________
અગડદત્ત રાસ
409
દૂહાઃ
૫૯૯
શ્રી સુંદર નરપતિ હવઈ, ક્રીડા કરી અપાર; પુરજન સહુ સાથઈ કરી, આવઈ નગર મઝારિ.
પ૯૬ ભોગીભમરુ કુમાર તવ, પ્રાણપ્રિયા નિજ નારિ; નવ-નવ પરિ કૌતક કરી, ખેલઈ વનહ મઝારિ.
૫૯૭ ભાવી પદારથ નવિ ટલઇ, લિખ્યઉ ન મેટઈ કોય; સુખ-દુઃખ સરજિઉં જે ઘડી, તેહવુ નિશ્ચઈ હોય.
૫૯૮ સખા મિલઈ વલી તેહવા, તેહવા મિલઈ ઉપાય; મતિ વલી હોયઈ તેહવી, જેહવું આગલિ થાય. નૃપનંદન તવ વનિ રહઈ, નિજ નારીનઈ સંગિ; ધકેલહરઈ આવી કરી, બસઈ મનનઈ રંગિ.
૬૦૦ ઢાલઃ૩૦, રાગ-મેવાડો.
કેલિડરઈ નૃપ આવીનઈ રહઈ, સાથિ લેઈ નિજ નારિ; શરીરતણી છાયા હોઈ જેઠવી, ન રહઈ દૂરિ લગાર.
૬૦૧ “સુણયો ભવિયણ! હવ જે તિહા હુઉં, મોહતણી જે વાત; સુખ-દુખ પામઈ રે તેહ તી પ્રાણીયો, જિનવાણી વિખ્યાત. ૬૦૨ સુણયો પંડિત નરનઈ સીખ ઈસી કહી, મ કરો નારિસું નેહ; સુખ થોડો લહઈ તેહથી જીવડો, દુખ પામઈ બહુ તેહ. ૬૦૩ સુણયો. ખોટઈ મનિથી રે માયા કેલવઈ, પાડઈ નરનઈ રે પાશિ; ભાવ ભલા દેખાડઈ નવ-નવા, બોલઇ વચન વિલાસ. ૬૦૪ સુણયો
૧. ક્રિીડાગૃહમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org