SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 401 ૫૩૫ પ૩૬ ૫૩૭ ૫૩૮ સમઝાવી ચાલિલ જિમ સીહ, છોડી રથ એકલો અબીહ; ખડગ સબલ નિજ હાથ ધરઇ, ગજ સનમુખ કુંઅર સંચરઈ. ક્રોધ કરી ગજ ધાયલ ધસી, નાખી વસ્ત્ર કીલ તવ વસી; ગજ શિખા પૂરી સવિ લહઈ, ભ્રમણિ જમાડીનઈ તસ દહઈ. ખેદ પમાડી ગજ બહુ વાર, વસિ આણીનાં ચલિઉ કુમાર; મૂકી કરિ રથ આવી ચડિઉં, ખેડ્યઉ રથ જાઈ દડવડ્યઉં. સહસા તવ પેખઈ આગલિ, જેહનઈ દરસનિ ધીરજ ગલઈ; મુખ પસારી ઊઠિઉ વિકરાલ, આવ્યો વ્યાઘ જિસ્યો એ કાલ. છંડી રથ કુંઅર ઊઠીયો, વામ ભુજા નિજ પટિ વીંટી; નિજ કર તસ મુખમાંહિ ધરઇ, લેઈ ખડગ દ્વિધા તસ કરઈ. ચાલ્યા હરખ ધરી નર-નારિ, વલલી અટવી ઘણી તિવારિ; દૂરિ થકી તવ પેખઈ ફણી, શ્યામવરણ સિરિ સોભઈ મણી. રાતઈ લોચનિ વિષ બહુ ઝરઈ, દ્રષ્ટિ દેખત જન ભસ્મી કરઈ; પાછઈ પગિ તે ચાલ્યો જાય, નિરખઈ કુમર ઇસ્યુ મહાકાય. સમરઈ વિદ્યા જે સર્પની, દુગમુખ બંધનની જે ભણી; વિદ્યાબલિ તેહનઈ વસિ કરી, આગલિ ચાલિઉ તે પરિહરી. ઈણિપરિ ઉલ્લંઘી કંતાર, નર-નારી ધરઈ હરખ અપાર; મૂકઈ મહી તે બીહામણી, સીમા આવઈ શંખપુરતણી. ૫૩૯ ૫૪૦ ૫૪૧ ૫૪૨ ૫૪૩ ૧. નિર્ભય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy