________________
400
સ્થાનસાગરજી કૃતા
૫૨૭
દુહીઃ
વચન સુણી નિજ નારિનાં, ચિત્તિ ચીંતાં ભૂપાલ; કામી મૃગનઈ પાડવા, મંડિલે માયા જાલ.
૫૨૫ એ નારી નહીં રુયડી, જો મંડઈ નિજ ભાવ; સુંદર જિમ કિંપકકુલ, ભીંતરિ કટુક સભાવ.
૫૨૬ જો વીસાસ કરું ઈહા, લોભ ધરી મનમાંહિ;
તો નારી છલ કેલવી, પાડઈ દુખ અશાહિ”. ચોપાઈઃ
છંડી ધન-નારી ચોરની, ચાલિઉં સુંદરનૃપ-સુત ગુણી; આરોહી રથ ઊપરિ તદા, નર-નારી બેઉ સમુદા.
પ૨૮ ચ્યારઈ દિસિ અવલોકન કરઈ, ધીરજ ધરી મારગિ સંચરઈ; પેખઈ તિનિ થાનકિ ખિન રહી, નાસઈ ભિલ દિસો-દિસિ સહી. પ૨૯ ચકિત થઈ ચીંતાં એહવું, “એ તુ વલી દીસઈ છઈ નવું; કિણ કારણિ એ નાસઈ નરા?, પાડઈ મુખિ બુબારવ ખરા.” પ૩૦ રાખી રથ આઘો નહિ ચલઈ, ઊભો રહી પેખઈ નયણલે; પેખઈ કુમર મતંગજ ઇસ્યો, સજલ મેઘ ગાજંતઉ જિસ્યઉ. પ૩૧ ઊજલવર્ણ નઈ મોટી કાય, ચપલપણઈ તે ચિહું દિસિ ધાય; ઊલાલતો સુંડા દંડ, ભાંજઈ તરુવર મહા-પ્રચંડ.
પ૩૨ કરિ કપોલ મદધારા ઝરઈ, મધુકરગણ ગુંજારવ કરઈ; ચાલિઉ આવઈ ઊતાવલો, ચિંતઇ કુમર “નહી એ ભલો.' પ૩૩ સહસા કરિ પેખઈ સુંદરી, ખેદ ધરઈ મનમાં મંજરીઃ પ્રાણનાથ! સ્યુ કરસ્યો હવઈ?'વલી-વલી દીનવદન થઈ વદઈ. પ૩૪
૧. અથાગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org