________________
અગડદન રાસ
397
૫૦૪
૫૦૫
૫૦૬
દૂહીઃ
પૂણ્યતણા પરભાવતી, મોટ૯ ટલ્યો કલેસ: દુર્યોધન તસ્કર તે હણ્ય, બુદ્ધિતણાં વિસેસ. કૌતક જોવા કારણિ, ચીંત મનિ વલી તામ; જઈ હવઈ જિહાં ચોરનો, વિસમાં દીસઈ ઠામ.” ઢાલઃ ૨૬, રાગ-મારુણી. આરોહી રથ ઉપર, કરી ઘરી ખડગ સહાય; નિજ નારી સરિસુ ચલઈ, ગિરિ મારગિ તે જાય કુમર તવ ચાલિ હો, ધરતો હરખ અપાર. કુમર૦ આંકણી. વિષમપંથ વિષમાયુધી, ચાલઈ વિસમી વામી વાટિ; ચોર પ્રદર્શિત મારગઈ, ઉતરઈ વિસમાં ઘાટ. જવ આવિલ તિતિ થાનકઈ, દેખઈ દેવ ભુવન; તિહાં થકી પશ્ચિમની દિસા, દેખઈ એક ઉપવન્ન. વૃક્ષ એક મૂલે ભલી, દેખઈ શિલા પ્રધાન; આવી તિહાં ઊભો રહિલ, દેખી તે અહિનાણ નૃપનંદન નિજ કરિ કરી, શિલા ઊઘાડઈ તે; *તમપૂરિત પેખઈ તિહાં, પાતાલ કેરો ગેહ. ચિતિ ચીંતન કરઈ “એહવી, ભલો નહી પરવેશ'; શબદ સૂણાવઈ દૂરિથી, રહી દ્વારતeઈ પ્રદેશિ. સુણી શબદ આવઈ તિસઈ, રમણી રુપ નિધાન; જાણઈ ભુવનની દેવતા, નિરખઈ કુમર સુજાણ.
૫૦૭ કુમર૦
૫૦૮ કુમર૦
૫૦૯ કુમાર
૫૧૦ કુમાર
૫૧૧ કુમર૦
પ૧૨ કુમર૦
૧. પ્રભાવથી. ૨. હાથમાં. ૩. નિશાનિ. ૪. અંધારભર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org