________________
394
સ્થાનસાગરજી કૃત
४७८
૪૭૯
४८०
૪૮૧
તખિણ તપસી કરઈ વિચાર, પણ મનમાંહિ નહી મનોહાર; જો અટવી વહેલી જાઈ સઈ, તલ મુઝ ચીંતત નવિ થાઈસઈ.” પાપીહૃદય વિમાસણ કરઈ, આવી વાણિ ઈસિ ચિરઈ;
જો પ્રસાદ હું તુચો લહું, તુણું વીનતી મોરી કહી. આપણ પંથિ સહાઈ હુયા, માહોમાંહિ નહી જુજુઆ; મુઝ મનિ હરખ ઊપન્નો, ભોજન સહુનઈ દેવાતણઉ. એણઈ વજે વરષા-રિતુ રહિઉ, ચાલતા બહુ દાન જ લહિલ; તપસીજન નવિ રાખઈ વિત્ત, આપી ભોજન થાઉં પવિત્ત. દેઈ માન ઘણો મુઝ આજ, કરુ સજાઈ ભોજન કાજિ;' કરી નિમંત્રણ હરખિત ભયો, દૂધ-દહી લેવાનઈ ગયો. વિષમિશ્રિત તિહાં કરઈ પ્રયોગ, સાલિ-દાલિના કર્યા સંયોગ; નીપાઈ અનોપમ રસવતી, કુમર કન્હઈ આવઈ તે વ્રતી. કર જોડીનઈ એવું વદઈ, “ભોજન કારણિ આવો હવઈ'; કુમર કહઈ “સિર દૂખઈ ઘણો, ઋષિ ભોજન મુઝ અસુહામણો.” નૃપનંદન કરઈ દૃષ્ટિ સંકેત, અવર સહુનઈ જાણી હેત; ભાવિ પદારથ કિમ તે ટલઇ, કારણ તેહવા આવી મિલઈ. હરખ ધરતા તે મનમાંહિ, ભોજન કરઈ મનનઈ ઉછાહિ; ભોજન-રસ સરીરઇ સંચરઈ, તતખિણ સહુના જીવિત હરઈ.
૪૮૨
४८३
૪૮૪
૪૮૫
૪૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org