________________
અગડદત્ત રાસ
ચોપઇઃ રાગ-મારુમાંહિ.
૧સાથ સકલ તિહાંથી સંચરઇ, પંથીજન મનિ આણંદ ધરઇ; તુરંગમ રથ તિહાં ચાલિઉ જાય, લોક સહુ રલીયાયત થાઇ. એક ગાઇ ઇક વાઇ વલી, મારિંગ બઇસઇ ટોલઇ મિલી; સરસ કથા એક ભાખઇ નરા, ચડવડ ચાલઇ એક નર ખરા. તપસી હરિ-ગુણ ગાવઇ ભલા, બાહ્યભાવ દાખઇ નિર્મલા; પણિ મનમાંહિ નહી તે ભલો, આગલિ કથા તેહની સાંભલો.
વાણી સુલલિત તેહની સુણી, જાણઇ મોટઉ છઇ એ ગુણી; ભોજન ભગતિ ભલી પરિ કરઇ, ઇણિપરિ સહુ મારિંગ સંચરઇ.
કુમરતણી તે મતિ સુપ્રકાસ, તપસીનો ન કરઇ વીસાસ; એહનો ઉત્તમ નહી આધાર, જાણી અંગિતતણઉ પ્રકાર. કરી ચેતન રથ ખેડઇ યદા, મહા ગહન વન આવિઉં તદા; નાનાવિધ દીસઇ તિહાં વૃક્ષ, પંખીના તિહાં દીસઇ લક્ષ. અતિ વિસમી તે દીસઇ વાટ, પંથીજન સહુ ચાલઇ થાટ; ટૂંકી વાત કથા-વિનોદ, વન દેખી ભાગો મન મોદ.
વામ અંગ ફરુકઇ તેહના, ચિંતઇ ‘નહીં એ સોહામણા’; કોઇક સબલ ધરિ ભય મન્નિ, કોઇ લખમીનું કરઇ યતન્ન. કે બીહતા આગલિથી *સુલઇ, કેઇ આખડતા ધરણી ઢલઇ; કુમર કરઇ ધીરજ તસ સહી, કેતી ભૂમિ તે આવ્યા વહી. આવ્યો દિનકર સિર ઊપરિ, શર દેખી કુઅર ભૂતરઇ; ધોઈ હાથ નઇ જલ વાવરઇ, તરુછાયા વિશ્રામ જ કરઇ.
૧. સાર્થ. ૨. ઇંગિત. ૩. આનંદ. ૪. કોઇની સાથે જોડાઇ ગયા. ૫. ભૂતલ પર.
Jain Education International
For Personal & Private Use Only
૪૬૮
૪૬૯
૪૭૦
૪૭૧
૪૭૨
૪૭૩
૪૭૪
૪૭૫
૪૭૬
૪૭૭
393
www.jainelibrary.org