________________
અગડદત્ત રાસ
391
દૂહીઃ
૪૪૯
૪૫૦
૪૫૧
૪૫૨.
કુમર વલી બોલઈ ઈસિલે, સુણી મારગની વાત; વિષમ પંથિ જે સંચરઈ, તેહ જ સૂર વિખ્યાત. નિર્ભય થઈ આવો સહુ, અનઇ શંખપુરી જે લોય;' વચન સુણી ઇમ તેહના, ચાલ્યા જન સહુ કોય. ધરી સનાહ અંગિ ખરી, કીધો ધનુષ ટંકાર;
ચાલ્યો સીહતણી પરિ, કરતો મુખિ ગુંજાર. ઢાલઃ ૨૪, જનની મનિ આમ્યા ઘણી-એ દેસી.
ગોકુલથી આગલિ ચલઈ, ધીર ધીરજ તામ; પવનવેગ રથ જોતરી, ચલઈ આઘો જામ. સુણયો હવઈ જે તિહાં હુઉં, એક કૌતક મોટી; એક જટિલ તિહાં આવીઉં, મનમાંહિ ખોટો. તિલક કરઈ ચંદનતણઉ, કરઈ ધરિઈ ત્રિશૂલ; રાતા વસ્ત્ર ધરઈ વલી, તે પણિ બહુ મૂલ. કરિ કમંડલ રુપડો, ગલિ તુલસીય માલા; સોમવદન સુંદર વપુ, બોલઈ વયણ રસાલા. ધારઈ દેવ કરંડિકા, શિવ નારાયણ કેરી; મનોહર મૂરતિ તેહની, સેવ સારઈ ઘણેરી.
સ્નાન સંધ્યા ભલી પરિ કરઈ, જપઈ ગાયત્રી-મંત્ર; દેખી જન વિભ્રમ પડઈ, અતિ તે સુપવિત્ર. જે નર ધૂરત હોઈ ખરા, તસ એહ પ્રકારઃ કપટ વેષ ધરી એહવા, મોહિ પાડઈ સંસાર.
૪૫૩ સુણયો.
૪૫૪ સુયો.
૪૫૫ સુણયો
૪૫૬ સુણયો.
૪૫૭ સુણયો.
૪૫૮ સુણયો.
૧. આગળ. ૨. સંન્યાસી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org