SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ 388 મર્મતણઉ તસ દીધઉ થાઉં, યમ મિંદિર તે પુહતો રાઉ; એ મોટો સંકટ ઉતર્યો, આવી કુમરિ રથ જોતર્યું પવનવેગિ તે ચાલ્યો જાઇ, નર-નારી મિન હરખ ન માઇ; નાનાવિધ તરુવર જે લતા, માગિ જાઇ તે નિરખતા. એકઇ રથિ મન ધીરજ ધરી, મોટી અટવી તવ ઊતરી; ચાલિ કુંઅર આગલિ જામ, નિરખઇ ગોકુલ એક અભિરામ. ધેનુ રસવછી દીસઇ જિહાં, ચરઇ બાલ-તૃણ ઊભી તિહાં; કામધેનુ બહુ ખીરજ ઝરઇ, દુધ તણા બહુ ભાજન ભરઇ. ગોવાલણિ હીડઇ ઝલફલી, લહકઇ કાનિ સોવન નાગિલી; પહિર્યા ગુંજ તણા ઉરિ હાર, પીન પયોહર અતિ મનોહાર. કાનઇ ધરતી ચંપક ફૂલ, બોલઇ મુખિ તે બોલ અમોલ; પહિરઇ ધાબલીયાલો વેસ, શ્યામ વરણ સોહઇ સિરિ કેસ. મહી વલોઇ મિન હરખતી, મોટી ચૂડી કરિ ખલ-ખલકતી; ચિત્તતણી તે ચોરણહાર, એહવી ગોકુલ કેરી નારિ. ઠામિ-ઠામિ તિહાં સુણીઇ ઘણા, ગોરસ-નાદ તે સોહામણા; ગાઇતણા તિહાં દીસઇ વૃંદ, દેખી કુમર ટટલઉ મન દંદ. સજલ સરોવર દેખી ઠામ, છોડી રથ નઇ લેઇ વિશ્રામ; હવઇ જે આગલિ હુઉ ચરી, સુનયો સદ્ન મન થિર કરી. ૧. જોડ્યો. ૨. વાછરડા સહિત. ૩. કુમળા ઘાસ. ૪. સર્પાકાર કુંડલ. ૫. ઉનના વસ્રનો. Jain Education International For Personal & Private Use Only સ્થાનસાગરજી કૃત ૪૨૫ ૪૨૬ ૪૨૭ ૪૨૮ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ૪૩૨ ૪૩૩ www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy