________________
શ્રી અગડદત્ત રાસમાલા
25
૫૮૧
જ વસંતઋતુના આગમનનું વર્ણન પણ કવિશ્રીએ સુંદર કર્યું છે.
“મઉર્યા કેસૂ સુયડા, કિં શૂક-વદન સમાન સુંદર; જાણે મદન નૃપ તિહાં દીયા, તંબૂ લાલ સુવાન સુંદર. જાઈ જુઈ વર કેતકી, ફલઈ ચંપક વૃક્ષ સુંદર; દમનો પાડલ માલતી, મોગરના વલી લક્ષ સુંદર.
૫૮૨ મધુર ધ્વનિ મધુકરતણી, સુણીઈ બહુ નિલ ઠોર સુંદર; જાનો રતિપતિ કેરડી, દુંદુભિ વાજઈ ઘોર સુંદર.
૫૮૩ કોઈ કરઈ ટહુકડા, બઈઠી તરુ સહકારિ સુંદર; માનું મદનનૃપ આવતઈ, મંગલ ગાવઈ નારિ સુંદર,
પ૮૪ કોમલ કિસલય લહલહઈ, સોહઈ વૃક્ષ વિસેસ સુંદર; માનો અનંગનૃપ સુંદરી, પહરઈ નવ-નવ વેસ સુંદર.
૫૮૫ નિરમલ નીર ખડોકલી, ઝીલાઈ ન એકંતિ સુંદર; છાંટાઈ જલ પચરક ભરી, નારી કેતા કંત સુંદર.
૫૮૬ છાંટઈ કેસર છાંટણા, ગાવઈ વીણા સુરાગ સુંદર; ડફ વાજઈ સોહામણા, ભોગી ખેલઈ ફાગ સુંદર”.
૫૮૭ સર અટવીમાં છાવણી નાખીને અગડદત્તનું સૈન્ય રાત્રિએ સૂતુ છે ત્યારે ભીલ સૈન્ય તેના પર ત્રાટકે છે. એ સમયે અગડદત્તના સૈન્યની યુદ્ધ તૈયારીનું વર્ણન કવિએ વીરરસથી ભર્યું છે.
“નૃપ આણ ધરી શિરિ ઊપરિ, સૂર સુભટ સન્નાહ તિહાં ધરઈ; લોહ ટોપ આટોપ કરઈ ઘણા, દીસતા અતિ બીહામણા. ભરઈ બાણતણા વલી ભાથડા, કરિ ક્રોધઈ લોચન રાતડા; કરિ કાતી રાતી ઝલહલઈ, કાયર નર દેખી ખલભલઈ.
૩૯૦ વલી આગલિ મયગલની ઘટા, જાણે કરી આવી ઘનઘટા; અતિ દુદ્ધર સિંદૂર મદિ ભર્યા, કુંતાર ચડ્યા વલી આકરા. સૂડાં દંડઈ ખડગ ઉલાલતા, ચાલ્યા અરિજન દલ પાલતા; પડઘા પડછંઈ પાડતા, ચાલ્યા ખુર રેણુ ઉડાડતાં. હયવર હેષારવ હીંસતા, દેખી નર નાસઈ નીસતા; ચતુરંગ સેનાસિકં તિહાં સહી, રણ ભૂમઈ આવઈ કુમર વહી.”
૩૯૩
૩૮૯
૩૯૧
૩૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org