________________
અગડદત્ત રાસા
379
૩૫૪
૩૫૫
૩પ૬
૩૫૭
૩૫૮
દૂહાઃ
વચન સુની ઇમ દૂતના, ચિંતઈ રાજકુમાર; વિનવાઈ નૃપનઈ જઈ, કીજઈ ગમન પ્રકાર. કરી પ્રણામ ભાખઈ ઈસિઉં, “આપ આયસ રાજ!; જિમ જઈઇ નિજ પુર ભણી, સીઝઈ વંછિત કાજ'. વલતુ નૃપ બોલઈ ઈસિલું, “વચન સુન મુઝ એક; રાજલીલા સવિ તાહરી, સુખ ભોગવું અનેક. મુઝ પુર તઈ સોભાવીક, કરી મોટઉ ઊપગાર; પુરજન કીરતિ તાહરી, વદઈ અનેક ઉદાર'. કુમરણ આગ્રહ લહી, રાજા મનનઈ રગિ;
કરઈ સજાઈ રુયડી, મેલ્હઈ કુમરી સંગિ. ચોપાઈઃ
હવઈ નૃપ કુમર સંપ્રેડો કરઈ, ભોજન કારણ તેડઈ ઘરિ; કરી તિલક તંદુલ રોપીયા, છાંટી કુંકમ શ્રીફલ દીયા. આપઈ રત્નજટિત મુંદૂડી, આપઈ કંકણ સોવન કડી; આપઈ મુક્તાફલના હાર, આપઈ મુગટ રયણ-ઝલકાર. હીર ચીર સુંદર પટ ફૂલ, આપઈ ખીરોદક બહુ મૂલ; આપઈ મોદિક કેરા માટ, આપઈ સુંદર સોવન ખાટ. ગજ-રથ-ઘોડા-પાયક ઘણા, આપઈ રાય તે સોહામણા; ઈમ અનેક સબલ "દાયવો, આપી નેહ ઉપાયો નવો. અનેક દાસીસું પરવરી, ચાલી કમલસેના સુંદરી; માય-તાય મોકલામણ કરઈ, નિજ નયને આસુંજલ ભરઈ.
૩પ૯
૩૬૦
૩૬૧
૩૬૨
૩૬૩
૧. શણગાર. ૨. વળાવવાની વિધિ. ૩. વીંટી. ૪. માટલા. ૫. દાયજો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org