________________
અગડદત્ત રાસ
373
પૂછઈ અબલા તામ આવ્યા કિણિ કારણિ રે?, શાદ કરો કિમ સ્વામિ! આવી મુઝ બારણાં રે?'; ભાખઇ પૂરવ વાત કુમર તસ આગલિ રે, વીરમતી એક ચિત્તિ ઊભી રહી સાંભલઈ રે. ૩૦૮ સૂણી બંધવની વાત કહઈ જુઠી નહી રે, સંભાર્યા તવ બોલ અવધિતણા સહી રે; મની ચીંતાં હવઈ નારિ ઉપાય કો કીજીઈ રે?, નિજ બંધવનો વઈર કિણિપરિ લીજીઈ રે?” ૩૦૯ અતિ આદર સનમાન કુમરનઈ કીજીઈ રે, ઘરિ આવો પ્રાણનાથ! યોવનરસ લીજીઈ રે; હાવભાવ સા નારિ દેખાડઈ નિરમાલા રે, ચમકઈ ચિત્તિ કુમાર ઉપાય નહી ભલારે. ૩૧૦ યત: नदीनां च नारीनां च, श्रृंगिणां शस्त्रधारिणाम् । विश्वासो नैव कर्तव्यः, स्त्रीषु राजकुलेषु च ।। બઇસારી નિજ સેજિ બોલઈ વલી બોલડારે, “એ તન-ધન-જીવિત તુઝ મ થાસિઉ કોરડા રે; પુઢો પ્રીજી ખિણ એક એણી રુડી સેજડી , જાઉં વિલેપણ કાજિ ન થાસઈ એક ઘડી રે. ૩૧૧ ઈમ કહી ઊઠી તામ થઈ ઉતાવલી રે, ચિંતઈ રાજકુમાર નારિ નહી એ ભલી રે; વછરીના ઘરમાંહિ નિચિંત ન સૂઈઇ રે, જો કોઈ વિસવાસ તુ જીવિત ખોઇજી રે. ૩૧૨ નારિતણા એ દોષ સુણો સાત મૂલગા રે, જનમ થકી કરઈ લોભ ન ગણઈ બંધવ સગારે; મતિ હોઈ તસ મૂઢ અલીક ન પરિહરઈ રે, દેહી સર્વ અશુચ્ય સાહસ મેનિ અતિ ધરઈ રે. ૩૧૩ હોઈ બલ અતિ અંગિ લજ્જા નહીં સાતમી રે, મ કરો તસ વીસાસ આણી મનિ મતિ સમી રે; જે કામીનઈ(૨) આપ આપઈ ચિત્તિ નારિસુરે, તે પડઈ દુખ અગાધિ સજન સુનયો ઈસિંહ રે’. ૩૧૪ ઇમ ચિતિ ચિંતી તામ શય્યા મૂકઈ ઇસિઈ રે, કુમરઈ દીઠી તામ શિલા પડતી તિસઈ રે; મનિ હરખી તવ મૂઢ નાચતી ઈમ ભણઈ રે, “મુઝ બાંધવનઈ મારિ જાઇસ કિહાં કણિ રે?”. ૩૧૫ કોપ કરી મનમાંહિ નારી કેસમાં ગ્રહી રે, રે રે! સંભલિ દુષ્ટ! મારે મુઝ કો નહી રે; જો જાગઈ પરરાતિ તે આપણી કિમ સૂઈ રે?’, લાજી અબલા તામ કે સામું નવિ જુઈ રે. ૩૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org