________________
અગડદત રાસ
367
૨પ૭
૨૫૮
૨૫૯
૨૬૦
૨૬૧
હીઃ રાજા મનિ હરખાં તદા, સુણી કુમર વૃત્તત; આગલિ કથા જેઠવી હુઈ, તે સુણયો સહુ સંત. રાજસભાઈ આવીયા, એહવઈ મિલી મહાજન; કરી રાજાનાં ભેટણું, દીસઈ દીન વદન્ન. ભેટ સકલ તવ આપીઇ, કુમારનઈ કરી પસાય; મહાજન સવિ બોલઈ તદા, “વિનતી સુણિ મહારાય.. તુઝ નગરી જે એહવી, અલકાપુરી સમાન; તે હુઇ દાલિદૂ ઉરડી, કીજઈ કોઈ અવિનાણ. જે કષ્ટ ધન મેલીઇ, તે લઈ જાઈ ચોર;
ફિરિ એકેલો નિસિ સમઈ, નયરિ પડીવઇ સોર'. ચોપાઈઃ
સુણિ રાજા ક્રોધાનલ થાય, વેગઈ તલ્હાર તેડાવઈ રાય; નગરી તણી કાંઈ ન કરઈ સાર, દુખીયા લોક કરઈ પોકાર. જાઈ ચોર નિત ચોરી કરી, લોકતણું ધન લીધું હરી; વંછઈ તૂ જો જીવિત સહી, પરગટ ચોર કરેવો વહીં. તુ વલતો બોલઈ કોટવાલ, “સંભલિ રાય! પ્રજાના પાલ; મઈ ખપ કીધી ઝાઝી પરઈ, તુરિ ચોર ન આવિલ "કરઈ.” વલતુ રાય વિમાસઈ ઈસિઉં, “હવઈ ઉપાય કરીસઈ કિસિઉ?'; કુમારએ તવ વીનવી ભૂપ, ચોરતણુ સુણી એહ સરુપ. એ બીડો મુઝનઈ આપીઈ, નિજ કર મમ મસ્તક કાપીઈ; સાત દિવસ લગઈ બોલું સીમ, નહીતરિ જિમવાનુ મુઝ નીમ.
૨૬૨
૨૬૩
૨૬૪
૨૬૫
૨૬૬
૧. યુક્તિ. ૨. બચાવવાનો પોકાર. ૩. કોટવાળ. ૪. પ્રયત્ન. પ. હાથે. ૬. વિચારે છે. ૭. મર્યાદા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org