________________
અગડદત્ત રાસ
365
૨૪૪
દૂહીઃ
જય-જયકાર તિહાં હુઉં, “આનંદ્યા સવિ લોક; કુમર વદન જોવા ભણી, મિલિયા મહાજન થોક.
૨૪૨ પુન્યવંત જિહાં સંચરઇ, તિહાં-તિહાં પામઈ માન; કીરતિ બહુ દિસિ વિસ્તરઇ, લોક કરઈ ગુણ-જ્ઞાન
૨૪૩ ઢાલઃ ૧૪, સ્વામી સુધર્મા અધ્યયન બીજઈ-એ દેસી. સમભૂમિ ચઢી રાજા નિરખઈ, દેખી કુમરનઈ હરખઈ જી; ઉત્તમ નર કો આવ્યો દીસઈ?' નૃપ નયણે તસ પરખઈ જી. ચિતિ ચીંતઈ કુમર સોભાગી, એડની વિદ્યા સુપ્રકાસી જી; મુઝ ગજ સબલ જિણિ વિસિ કીધો, અવર સુભટ ગયા નાસી જી. ૨૪૫ ચિતિ. માહરા નગરની સોભા રાખી, સુખી કર્યા નરવૃંદ જી; ધન જનની કુખિ જિણિ ધરીલ, સોઈ પૂનિમ ચંદ જી. ૨૪૬ ચિતિ. લહુવય દુદ્ધર સિંહ સરીસલ, સોમ ગુણિ સશિ સોહઈ જી; રુપઇ રતિપતિ જીત્યુ જેણિ, નિરખતા મન મોહઈ જી. ૨૪૭ ચિતિ. નાન્ડો દીપ હરઈ ઘરમાંહિ, અતિ મોટી અંધાર જી; તેજઈ કરી જો હોઇ સબલો, તેહનો કીજઈ વિચાર જી'. ૨૪૮ ચિતિ. નિજ સેવકનઈ નૃપ તવ પૂછઇ, “કુણ ઉત્તમ એ બાલ જી?'; કલાચારિજ ઘરિ રહતો દીસઈ, વિદ્યા ભણઈ વિસાલ જી'. ૨૪૯ ચિતિ, પંડિતનાં બહુમાન ધરીનઈ, “એ કુણ?' પૂછઈ ભૂપ જી; વિનય કરી રાજાનઈ સઘલ), ભાસઈ કુમર સરુપ જી. ૨૫. ચિતિ,
૧. ખુશ થયા. ૨. દશે. ૩. ગુણ-ગાન. ૪. વશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org