________________
364
ઢાલ ઃ ૧૩, રાગ- રામગિરી, જાતિ- કડખાની. એક દિન રાજસુત અશ્વ ઉપરિ ચડિઉ, વિવિધ વર વસ્ર સોભા ધરંતુ; રાજમારિંગ જાઇ અશ્વ ખેલાવતો, ચતુર પુરનારિના મન હરતો.
૨૩૦ એક દિન
ચંપક કુસમચી માલ કંઠિ ઠવી, ધનુષ ટંકાર રવ કરિ સુહાવઇ; અતુલ બલ નિરુપમ રુપિ જિમ રતિ પતિ, સકલ જન દેખિ આણંદ પાવઇ. ૨૩૧ એક દિન૦
સહસા તવ સાંભલી કુમર ચિંતઇ વલી, સબલ કોલાહલિ નગરિ સુણીઇ; જલધિ જલ ઉછલ્યાં? સેષ કઇ સલ-સલ્યાં?, કઇ વલી દહનનો દાહ ગણીઇ?. ૨૩૨ એક દિન૦
૨૩૩ એક દિન૦
વિકટ ભટ નિકટ રિપુ સૈન્ય આવ્યો વહી, બીહતા એ સહી લોક નાસઇ; ગયણથી વીજલીપાત હુઉ વલી, તે ભણી સકલ નર દીન ભાસઇ. દોસી સિવ દડવડ્યા હીર ચીર રડવડ્યાં, દૂરિ ગયા કણીયા કોઠાર મેલ્હી; તીર તા દ્રવ્ય પારખિ પુઠિ પુલ્યા, કરિ ગ્રહી રુષ્ય સોવન્ય થેલી. સબલ દૂંદાલ મૂછાલ જે જવિહરી, નાસતા પવાણહી દૂરિ જાઇ; કાછ છૂટી પડઇ પાગ તે લડથડઇ, ભાજતાં સ્વાસ મુખમા ન માઇ. ૨૩૫ એક દિન૦
૨૩૪ એક દિન૦
૨૩૬ એક દિન૦
ફૂલ નઇ પાન તે પંથિમાંહિ રુલઇ, પુર ભણી ભુમિ હુઈ વન્ન સરિખી; ચિત્ત ચમકિત હુઉ ચતુર કુંઅર તદા, એહવો નગર સરુપ નિરખી. નિરખઇ ઊભો રહી વાગ કાઢી ગ્રહી, મત્ત માતંગ તવ નયણિ દીઠો; મોડિ આલાનનઇ તોડિ નિજ શ્રૃંખલા, આવતો જિમ યમદૂત ધીઠો.
સ્થાનસાગરજી કૃત
૨૩૭ એક દિન૦
સૂંડિ ઉલાલતો કોટ-ગઢ પાઢતો, ગાજતો સજલ જિમ મેઘ આયો; ગશ્ચિતે મદ ઝરઇ ભ્રમર રવ વિસ્તરઇ, દેખિઉ કુમર તવ વેગિ ધાઉ. ૨૩૮ એક દિન૦
ઇમ કહઇ લોક અટાલ ઉપરિ ચડી, છંડિ ગજરાજ અનેથિ જાઉ;
સૂર થઈ સંચર અશ્વ નવિ પરિહરઇ, ખગ ધરિ હાથ હાથી જગાયો. ૨૩૯ એક દિન૦
૨૪૦ એક દિન૦
સબલ પંચાનન સીહ જિમ ઊઠીયો, નાખિ નિજ વસ્ર સિંધુર ભમાડિઉ;
સુંડાદંડઇ ગ્રહી ચરણ ચંપઇ રહી, ઇમ કરિ કુમરિ હાથી નમાડિઉ.
પુઠિથી ખડગ પ્રહાર દીઇ ધસી, ભરિ ભમાડીઉ વડીય વાર; એણિ વિધિ ગજ નડિઉ બંધ ઊપરિ ચડિઉ, ‘જય-જય’ શબ્દ પામઇ કુમાર. ૨૪૧ એક દિન૦
૧. શેષનાગ ૨. કાપડના વેપારી. ૩. ફાંદવાળા. ૪. ઝવેરી. ૫. મોજડી. ૬. કછોટો. ૭. લગામ. ૮. ગંડસ્થલથી. ૯. બીજે. ૧૦. ખડગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org