________________
શ્રી અગડદત્ત રાસમાલા
જાઈ-જૂઈ કેતક પરિહરી, હરિ ચડઈ આક-ધંતૂર;
શશિ અંકિ ધારઈ મૃગ સદા, નવિ રહઈ એક ખિણ દૂરિ’.
૩૨૬
પાર્વતી સાથે છલ કરી શંકર ગંગાને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે મધુકર ચંપકને છોડી માલતી સાથે જ સ્નેહ કરે છે, ચાતક બીજા બધા જ જલનો ત્યાગ કરી માત્ર મેઘ-જલને જ મનમાં ધારે છે. જાઈ-જુહી કે કેતકી સર્વનો પરિહાર કરી હરિ (=સર્પ) આંકડા કે ધતુરા પાસે જ જાય છે અને ચંદ્ર પોતાના ખોળે મૃગલાને જ બેસાડે છે. અહીં ત્યાગ કરાતી વસ્તુઓ ઉત્તમ છે અને સ્વીકારાતી વસ્તુઓ તેના કરતા નિકૃષ્ટ છે. છતાં તેનો જ સ્વીકાર થાય છે. આ દ્રષ્ટાંતો રાજકુમારી કમલસેના જેવી ઉત્તમ સ્ત્રી મળવા છતા અગડદત્તનું મદનમંજરી તરફનું જ આકર્ષણ દર્શાવે છે.
‘વચન સુણી તવ કુંઅરી, હરખ ધરઈ નિજ ચિત્તિ; ધરી આસ્યા મંદિર રહઈ, પ્રીતમ સમરઈ નિત્તિ.
આસ્યા બંધી બપ્પીહો, રહઈ તે આઠઈ માસ; પ્રીઉ-પ્રીઉ કરતા તેહની, જલધર પુરઈ આસ’.
‘સબલ વ્રૂંદાલ મૂંછાલ જે જવિહરી, નાસતા વાણહી દૂરી જાઈ; કાછ છૂટી પડઈ પાગ તે લડથડઈ, ભાજતાં સ્વાસ મુખમા ન માઈ.’
૩૪૩
અગડદત્તના દૂતી દ્વારા મળેલા સમાચાર સાંભળીને મદનમંજરીનું ચિત્ત આનંદિત થઈ ગયું. અને પ્રીતમના મિલનની આશા દ્રઢ બની. આ પ્રસંગે કવિ નિદર્શના આપે છે કે આઠ-આઠ માસ સુધી ચાતક મેઘના મિલનની આશામાં ‘પીઉ-પીઉ’ કરતા પસાર કરે છે. અંતે મેઘ એ ચાતકની આશા પૂર્ણ કરે છે. આ દ્રષ્ટાંત અગડદત્ત અને મદનમંજરીનું ભાવિ-મિલન દર્શાવી જાય છે.
23
૩૪૨
Jain Education International
૨૩૫
મત્તહાથી વારાણસીમાં તોફાને ચડ્યો છે ત્યારે એક ઝવેરીની ગભરાહટ ભરી નાસવાની ક્રિયા જાતિ અલંકારથી રજૂ થઈ છે. મૂછાળા અને ફાંદાળા ઝવેરી પણ ભયભીત થઈ નાસવા લાગ્યા. ત્યારે પગરખા પગમાંથી નીકળી દૂર પડ્યાં, કછોટો છુટી ગયો, અને ભાગતા-ભાગતા શ્વાસ મુખમાં મા’તો નથી. ભાગવાની ક્રિયાનું સ્વાભાવિક વર્ણન જીવંત દ્રશ્ય ઊભુ કરે છે.
પ્રસંગ વર્ણનની દ્રષ્ટિએ જોઈએ તો અગડદત્તનું નિશાળ ગમનનું વર્ણન પણ જાતિ અલંકાર જેવું
જ લાગે.
For Personal & Private Use Only
www.jainelibrary.org