________________
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
કરઈ વિલાપ બહુ પરઈ, મુખઈ મેહૂઈ નીસાસ; આસું વરસઈ નયણલે, જાણઈ પાવસ માસ.”
૧૮૮ આંખોમાંથી એટલા બધા આંસુઓ ઝરે છે કે જાણે એ આંખો વર્ષાઋતુના વાળ બની ગયા! અહીં ઉન્ઝક્ષાના નિરુપણે મદનમંજરીના વિલાપને વધુ તીવ્ર રીતે પ્રદર્શિત કર્યો છે. કાવ્યવૃક્ષ પર વીંટળાયેલી નિદર્શનાની ફૂલવેલીઓએ આખા ય વૃક્ષને સુરભિત કર્યું છે. જ જેને રાજાના સૈનિકો પણ પકડી શક્યા ન હતા. એ ગાંડાતૂર બનેલા હાથીને અગડદને શૌર્ય અને ચતુરાઈ દ્વારા વશ કરી લીધો એ પ્રસંગે રાજાની વિચારધારામાં અગડદત્તની પ્રતિભાને દીપપ્રકાશના દચંતથી નવાજી છે.
નાન્ડો દીપ હરઈ ઘરમાંહિ, અતિ મોટી અંધાર જી; તેજઈ કરી જો હોઈ સબલો, તેહનો કીજઈ વિચાર જી.”
૨૪૮ જ ચોરને પકડવાની પ્રતિજ્ઞા કર્યા પછી સાત દિવસની અવધિ પૂર્ણ થવા આવી ત્યારે અગડદત્તના મનમાં વિચારોના ઘોડાપૂર ઉમટ્ય અને વિચારોના અંતે અગડદતે નિશ્ચય કરી લીધો કે ઉત્તમકુલમાં ઉત્પન્ન થયેલા ક્યારેય પણ પ્રતિજ્ઞાભંગ કરતા નથી. કોઈપણ ભોગે હું પ્રતિજ્ઞાનું પાલન કરીશ! આ નિશ્ચયને દ્રઢ બનાવવા કવિશ્રીએ અહીં દ્રશ્ચંત આપ્યા છે.
શેષનાગે મસ્તકે ધરેલી ધરણી (પૃથ્વી)ને આજ સુધી અળગી કરી નથી કે વડવાનલ સાગરને શોષવે છે. છતાં સાગર તેના પ્રતિ રોષ લાવતો નથી!..
‘ઉત્તમ કૃલિ ઉપનો જેહ, ન કરઈ ભંગ પ્રતિજ્ઞા તેહ શેષનાગિ જો ધરણી ધરઈ, આજ લગઈ નવિ મલ્હઈ પરી.
૨૭૩ વડવાનલ કરઈ સાયર સોસ, તુહઈ ન આણઈ મનમાં રોસ; બોલ્યા બોલ સભામાંહિ જઈ, તે પાલેવા નિશ્ચલ થઈ.
૨૭૪ જેના ચિત્તમાં જે વસે છે તેના પ્રત્યે જ તેને પ્રીતિ બંધાય છે આ સામાન્ય કથનની પુષ્ટિ અનેક વિશેષ કથન દ્વારા રજૂ કરી છે.
“જે જેહનઈ ચિત્તિમાં વસઈ, તે તેહસિઉં કરઈ રંગ; ગિરિ-સુતાસિઉં છલ દાખવી, હર સિરિ ધરઈ નિત ગંગ. મધુકર ચંપક પરિટ્યૂ, માલતીસિવું ઘણ નેહ; ચાતુકે અવર જલ સવિ તર્યું, નિસદિનિ ધરઈ મનિ મહ.
૩૨૪
૩૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org