________________
શ્રી અગડદત્ત રાસમાલા
21
“ચકિત લોચન ચિત્રિત લિખી, નરખઈ અનમિષ નયણી; જિમ નિજ જૂથ બાહિર ખડી, જેવી ચકિત હોઈ હરણી.”
૧૭૪ મદનમંજરી ઉદ્યાનમાં અભ્યાસ કરતા અગડદત્તનું રૂપ જોઈને આશ્ચર્યચકિત બની ગઈ. સ્થિરનેત્રે તેને જોઈ જ રહી. ત્યારે તે ચિત્રમાં આલેખાયેલ હોય તેવી કે યુથથી વિખુટી પડી ગયેલી આશ્ચર્યચકિત હરણી જેવી લાગે છે. મદનમંજરીને હરણીની ઉપમા આપીને તેના નેત્રોની સુંદરતા વ્યંજિત કરી છે, તો સાથે હરણીને યુથથી વિખુટી પડેલી દર્શાવીને મદનમંજરીનો આશ્ચર્ય અતિશાયી બનાવ્યો છે. જ “લ-ફલ કુમર શિર-ઉપરઈ, નાખઈ કર ગ્રહી કુમરી; વિદ્યાબલિ આવી તિહાં, કરઈ વૃષ્ટિ જિમ અમરી'.
૧૭૯ ગવાક્ષમાં ઉભેલી મદનમંજરી અગડદા ઉપર ફલ-ફૂલ નાખે છે. ત્યારે કોઈ દેવી વિદ્યાબળથી આવીને ફલ-ફૂલની વૃષ્ટિ કરતી હોય તેના જેવી લાગે છે. અગડદત્ત વિષયક બીજી કોઈ પણ કૃતિમાં મદનમંજરીને આવી રીતે દેવીની ઉપમા અપાઈ નથી. જ અગડદત્તના શૌર્યથી રંજિત થઈ ગયેલા રાજાના વિચારોની આરસીમાં અગડદત્તના વિવિધ ગુણો પ્રતિબિંબિત થયા છે. શૂરવીરતા સિંહ જેવી, સૌમ્યતા શશિ જેવી અને રૂપ કામદેવ જેવું...
લહુવય દુદ્દર સિંહ સરીસ૩, સોમ ગુણિ સશિ સોઈ જી; રુપઈ રતિ-પતિ જીત્યુ જેણિ, નિરખતા મન મોહઈ જી'. ‘દેખી તેહની ચાતુરી, મોહિઉ પડિલે નરિંદ; જિમ પારધી પાસિં કરી, પાડઈ મૃગ જિમ ફંદ.
૫૧૪ દુર્યોધન ચોરની પત્ની જયશ્રીએ અચાનક આવી પડેલા અગડદત્તને મીઠું બોલીને મોહી લીધો, જેમ પારધી મૃગને ફંદમાં ફસાવે. અહીં જયશ્રીને અપાયેલી પારધીની ઉપમા જયશ્રીના કુટીલ મનોભાવોની વ્યંજના દર્શાવે છે. જ “મઉર્યા કેસૂ રૂડા, કિં શુક-વદન સમાન સુંદર; જાણે મદનનૃપ તિહાં દીયા, તંબૂ લાલ સુવાન સુંદર.”
૫૮૧ વસંતઋતુના આગમને લાલ કેસુડા ખીલી ઉઠ્યા છે. પોપટની ચાંચને કેસુડાની ઉપમા અપાય છે. પરંતુ અહીં કેસુડાને પોપટ-ચાંચની ઉપમા આપી છે. સાથે-સાથે કેસુડાના લાલ વર્ણની ગુણોત્યેક્ષા દ્વારા વસંતઋતુની માદકતા વર્ણવાઈ છે. જાણે કે મદન (કામદેવ) રાજાએ લાલ તંબુ તાણ્યા છે. જ ઘણા હાવભાવ આદિ કરવા છતા અગડદા અભ્યાસની લગનીના કારણે મદનમંજરીની સામુ પણ નથી જોતો ત્યારે મદનમંજરી વિલાપ કરે છે.
૨૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org