________________
20
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
૪૩
કુચ કુંભસ્થલ ઉપમા, જંઘ જુગલ જાનુ કેલી રે; હંસગમનિ પ્રહસિત મુખી, કોમલ માલતી વેલી રે'.
૩૨ નારીઓના વદન લાવણ્યને જોઈ ચંદ્ર શરમાઈને આકાશે ચાલ્યો ગયો. અણિયાલા લોચન જોઈ મૃગ શરમાઈ ગયા અને વનમાં નાસી ગયા. પોતાનાથી વધુ શ્યામ કેશપાશ જોઈ સર્પ પૃથ્વીમાં પેસી ગયા. અહીં ચંદ્ર-મૃગ અને સર્પના વસવાટની ક્રિયાત્મક્ષા મૂલક વ્યતિરેક દ્વારા નગર-નારીઓના વદન, લોચન અને કેશપાશની સુંદરતા અદ્ભૂત રીતે દર્શાવાઈ છે. જ સુંદરરાજાના પાત્ર-આલેખનની શરૂઆત જ કવિશ્રીએ માલોપમા દ્વારા સુંદર રીતે આલેખી છે.
જિમ સોહઈ સરોવર જલઈ, નિસિ સોહઈ જિમ ચંદ; કુલ સોહઈ જિમ પુત્રસિઉં, નગરી તેમ નરિંદા.
આવી જ રીતે કવિશ્રીએ ઠેર-ઠેર માલોપમાની હારમાળાઓ ગુંથી છે. સુંદરરાજા અને સુલસારાણીની તથા અગડદત્ત અને મદનમંજરીની પ્રીતિને હારમાળા પહેરાવીને નવાજી છે.
જીહો જિમ રોહિણિ મનિ ચંદ્રમા, જીયો ચાતુક-મનિ જિમ મે; જીહો જિમ મધુકર નઈ કમલની, જીયો તિમ દંપતિ ઘણ નેહ. મુજ મન તુમ્હ ગુણિ મોહિલે જિમ ચાતુક જલધાર રે; જિમ દિનકર નઈ કમલિની, કોઈલ જિમ સહકાર રે'.
પ૧૭ અગડદત્તના આગમનની વધામણી સાંભળીને સુંદરરાજાના મનમાં આનંદના પૂર ઉમટ્ય એ પૂરમાં પણ માલોપમાના મોતીઓ ચમકે છે.
પ્રેમ જલ અંગિ ઉલટઈ, જિમ સાયરનું પુર; જિમ કેકી ઘન ગાજતઈ, વાધઈ આણંદ ભૂરિ'.
પપ૯ જ આ પ્રબંધમાં પરંપરાગત ઉપમાઓ કરતા ઘણીવાર કાંઈક જુદી ઉપમાઓ રજૂ થઈ છે જે કવિપ્રતિભાનું ઉદ્ગાન કરે છે.
નાસા દીપશિખાં જિસી રે લાલ’ ૫૦ દીન વદન દીસઈ ઈસ્ય જિમ વાદલમાં ચંદ ૭૪ કુમરી મનમાંહિ કી, રહી તિમ અટવાઈ;
અગ્નિ તાપઈ કરી, કલકલઈ જિમ તેલ કઢાઈ.” ૧૮૧ વગેરે. જ કેટલાક સ્થળોએ થયેલુ ઉપમાઓનું નિરૂપણ ચિત્તને આનંદદાયી બની જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org