________________
શ્રી અગડદત્ત રાસમાલા
19
७४८
બીજુ, આ પ્રબંધ કયા ગ્રંથના આધારે રચ્યો છે તેનો પણ કવિએ આદિ અને અંતમાં એમ બે સ્થળે નિર્દેશ કર્યો છે.
“મૂલ ગ્રંથમાંહિ કહિઉ, અધ્યયન ચઉથઈ જેત; અગડદત્તનૃપ કેરડો, ચરિત સુણ ધરી નેહ. મહાવીર દેવઈ ભાખીયાં, અધ્યયનિ જેહ છત્રીસ; ઉપકાર કારણિ સ્વયં મુખિ, બોલ્યા તે જગદીસ.
૭૪૬ અધ્યયન ચોથો જાણજો, સાતમી ગાથામાંહિ; સંબંધ એ ઋષિરાયનો, સુણતા અધિક ઉચ્છાહ.”
આ પ્રમાણે ઉત્તરાધ્યયનની ચતુર્થ અધ્યયનની સાતમી ગાથામાંથી અગડદત્ત કથાનો આધાર લીધો છે. વાસ્તવમાં ઉત્તરાધ્યયનની પ્રાપ્ત દરેક ટીકાઓમાં જ્યાં-જ્યાં અગડદત્ત કથા આપેલી છે તે દરેકમાં ચતુર્થ અધ્યયનની છઠ્ઠી ગાથાની ટીકામાં આ કથા મળે છે. તો કવિશ્રીએ સાતમી ગાથાનો ઉલ્લેખ શું શરત-ચુકથી કર્યો હશે? અથવા તો ઉત્તરાધ્યયનની પ્રકાશિત ટીકાઓ સિવાયની કોઈ ટીકા તેમની સામે હશે? જ પ્રસ્તુત પ્રબંધની આંખે ઉડીને વળગે એવી વિશેષતા અલંકાર પ્રચૂર દીર્ઘ-વર્ણનો છે તેનું પ્રથમ જ ઉદાહરણ જોઈએ તો શંખપૂર નગરનું વિસ્તૃત વર્ણન કડી ૧૫ થી ૩૫ સુધી કરેલું છે.
તેમાની કાવ્યાલંકારથી સુશોભિત કેટલીક પંક્તિઓ...
ભૂ-રમણી શિર તિલક જમાનો, શંખપૂર અતિ સુંદર જાણો, ધર્મતણો અહિઠાણો ૧૫ તારક-ગણમાહિ ભલો, સોહઈ વલી જિમ ચંદ; જિમ મુક્તાફલ-હાર વિચિ, રાજતિ નીલ મણિદ. અવનિતલ ઉપમ કહું, અલકાપુરી સમાન; સંખપુર દાહિર સંખ જિમ, સકલ વસ્તુ નિધાન”. અહીં શંખપુરની શોભાને ઉપમા - રૂપક – ઉભેક્ષા વગેરેથી ઉજ્વલ બનાવી છે. નગર-નારીઓનું દેહ વર્ણન: ચંદ્રવદની મૃગલોચિની, સોભિત કબરી વિશાલા રે; દેખત મૃગ-શશિ-મણિધરા, લિઈ વન-ગગન-ભૂ વાસા રે.
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org