________________
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
૬) સ્થાનસાગરજી કૃત અગsદત્ત પ્રબંધ/ચરિત
શ્રી મુનિસુવ્રતસ્વામી અને શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુના પ્રસાદથી ખંભાતના શ્રેષ્ઠી સાવત્થાના પુત્ર નાગજીની વિનંતિથી સં. ૧૬૮૫ના વર્ષે ત્રંબાવતી (=ખંભાત)માં પ્રસ્તુત પ્રબંધ રચાયો છે. જેના રચયિતા સ્થાનસાગરજી છે. તેઓ આંચલગચ્છીય શ્રી કલ્યાણસાગર સૂરિજી (જન્મ વિ.સં. ૧૬૩૩ – સ્વર્ગવાસ-વિ.સં. ૧૭૧૮)ની પરંપરામાં થયેલા પુન્યચંદ્રવાચક > કનકચંદ્રવાચક > વીરચંદ્રવાચકના શિષ્ય છે. સ્થાનસાગરજીના ગુરુબંધુઓ જ્ઞાનસાગરજી અને ધનસાગરજી હતા. આ સિવાય કર્તાના જીવન વિશે બીજી કોઈ માહિતી પ્રાપ્ત નથી.
આ પ્રબંધ ૧૪૫ દૂહા, ૧૭૩ ચોપાઈની સાથે ૩૮ દેશીઓ/રાગોમાં રચાયેલ છે. જેની કુલ કડી ૭૬૮ છે.
જૈન ગુર્જર કવિઓમાં આ કૃતિ રાસ તરીકે નોંધાયેલી છે. પરંતુ કર્તાએ સ્વયં પુષ્પિકામાં ‘માડત્ત ઋષિરાય પ્રવંશ સમાપ:' એવું કહ્યું છે. જો કે સમગ્ર કૃતિમાં ક્યાંય પણ રાસ” કે “પ્રબંધ'નો શાબ્દિક ઉલ્લેખ નથી.
આદિમાં - “ચરિત સુણ ધરી નેહ.” ૬, અને અંતમાં - “એહ ચરિત જે સાંભલઈ.' ૭૬૮ આવો “ચરિત' તરીકેનો ઉલ્લેખ છે.
રચનાની દષ્ટિએ રાસ, પ્રબંધ કે ચરિત લગભગ સમાન કાવ્ય પ્રકારો છે. છતાં કવિના ઉલ્લેખ પ્રમાણે અહીં પ્રબંધ/ચરિત તરીકે ઉલ્લેખ કર્યો છે.
પ્રબંધ રચનાની તિથિ જોકે કૃતિમાં આસો સુદ-૫ મંગળવાર આપેલ છે. સંવત શશિ-રસ જાણીઈ, સિદ્ધિતણી વલી સંખ; મહાવ્રત પદ આગલિ ધરલે, સમકરી ગુણો સવિ અંક.
૭૬૬ અશ્વનિ માસિ મનોહરુ, પૂર્ણ તિથિ વલી જાણિ; અસિતપંચમી એ સહી, ભૂ-સૂત વાર વખાણિ'.
૭૬૭ પરંતુ પુષ્પિકામાં કવિશ્રીએ પોતે જ પ્રતલેખન વિષયક ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છેઃ'संवत् १६८५ वर्षे ज्येष्ट-मासे सित-पक्षे त्रयोदश्यां रविवासरे लिखितं रायधनपूरे मुनि स्थानसागरेण प्रवाचनाय.'
આ અનુસારે જોઈએ તો આસો માસમાં રચાયેલ આ પ્રબંધની પ્રત એ જ વર્ષના જેઠ માસમાં લખાયેલી હોય એ તો કેવી રીતે સંભવે? “અશ્વિન' શબ્દ ૨ ની સંખ્યા દર્શાવવામાં સાંકેતિક શબ્દ તરીકે પણ વપરાય એ અનુસાર જો અશ્વિનિ=બીજા અર્થાત્ “માગસર માસમાં આવો અર્થ કરીએ તો પૂર્વાપર સંબંધ જળવાય તેમ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org