________________
શ્રી અગડદત્ત રાસમાલા
બગસર અંગિ તાજા રે, પહિરઈ યુવરાજા રે, કરતા દિવાજા વાજા વાજતા રે ઢા. ૧૧/૫ સીલઈ સુલસા સુલસા નામ. ઢા. ૧/૩ ઉછલઈ નાલિ ગોલા રે, બીહઈ નર ભોલા રે, ડોલા ડોલાવઈ કાયર ચિહું દિસઈ રે;' ઢા. ૧૧/૧૦ વગેરે... રસ-નિરૂપણમાં પણ કવિશ્રી ઝળકી ઉઠ્યા છે.. ઢાળ-૯માં કરૂણરસ સભર માતાના વિલાપનું વર્ણન વાંચતા હેયુ ભરાઈ જાય છે. જિન દિણથી તું વિડ્યો જી, ખબરિ ન લાધી કાંય; રાત-દિવસ અલજો કરઈ જી, સુલસા રાણી માય. ૧ મોરા નંદન! તુઝ વિણ ઘડી ય ન જાય, હિવ વચ્છ! વહિલો આવીયે જી, જિમ મુઝ આણંદ થાય. ૨ રોઈ-રોઈ અતિ ઘણો જી, આંખિ ગમાઈ માત; તુઝ દરસણ તુસઈ કરી જી, નિરમલ થાયસઈ જાત. ૩ મોરા નંદન, રયણ-કરંડતણી પરઈ જી, ઈષ્ટ કંત સુખકાર; નિંદન ચંદન સારિખો જી, તપતિ બુઝાવણ હાર. ૪ મોરા નંદન, જીવન-પ્રાણ ગયા પછી જી, સુખ ન પામ્યો લગાર; ઉપજાવઈ સુખ મા ભણી જી, પુત્ર રતન સીર [દાર]'. ૫ મોરા નંદન, અહીં “મોરા નંદન! તુઝવિણ ઘડી ય ન જાય, શિવ વચ્છ! વડિલો આવિજ્ય છે.”
એ ધ્રુવ પંક્તિમાં ભારોભાર કરૂણરસ છલકાય છે. જ ૧૧મી ઢાળમાં યુદ્ધનું વિસ્તારથી કરેલું વર્ણન વીરરસની અનુભૂતિ કરાવે છે. એમાં પણ રસાનુસારે “મેવાડી રાજા રે' એ દેશનો તથા શબ્દ ઝમકનો પ્રયોગ પણ નોંધપાત્ર છે.
છે
--
,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org