SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 16 પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય આ કવિએ રૂપક અને ઉન્ઝક્ષાના સંયોજન દ્વારા રાસની આદિમાં જ નગરીનું ટૂંકું પણ સુંદર વર્ણન કર્યું છે. ભુમિ રમણિ ગિલિ નવસર હાર, ઈન્દ્રપુરી જાણે અવતાર;' ઢા. ૧/૧ પૃથ્વીરૂપી સ્ત્રીના હૈયાના નવસેરો હાર એટલે સંખપુરી નગરી તેને જોતા જ એવું લાગે કે જાણે ઈન્દ્રપુરીએ અહીં અવતાર લીધો છે. આ નવસેરા હારની વચ્ચેના મુખ્યમણિની શોભાને પણ કવિએ ગાઈ છે. એ મુખ્યમણિ એટલે સુંદર રાજા!.. હાર વિચઈ જિમ નાયક-મણિ, તિહાં સુંદર નામઈ ભુધણી'; ઢા. ૧/૨ મદનમંજરી પોતાની વિરહવ્યથા અગડદત્તને જણાવે છે. નયન-યુગલ પ્રભુ! તાહરા, લોહ-અંકુડાકાર હો સુંદર; મુઝ ચપલ મન માછલો, ખાંચિ લીયો કરો સાર હો સુંદર. ઢા. ૮/૬. વિરહ દાવાનલ તેહની, દાઝઈ અંતર દેહ હો સુંદર; સંગમ સધર જલઈ કરીઉં, તુરિત બોઝાવે તેહ હો સુંદર'. ઢા. ૮/૯ સ્વામી! આપના નયનરૂપી લોહ અંકુડા (=કાંટા) એ મારા મન રૂપી ચપલ મત્સ્યને પકડી લીધું છે, આપના વિરહના દાવાનલે મારો દેહ દાઝી રહ્યો છે. આપના સંગમરૂપી મેઘની વર્ષાથી એ દાવાનલ બુઝાવોને!...અહીં, રૂપકના રૂપાળા રંગછાંટણા કેવા શોભે છે!.. જ “તાત વચન કાનઈ સુણી રે, મનમાહિ આણિ ગુમાની; જે તેજી કિમ તાજણ ખમઈ રે?, એ જગિ વાત પ્રધાનઉ”. ઢા. ૨/૫” પિતાના આક્રોશભર્યા વચનો સાંભળીને અગડદત્તનું હૈયું વિંધાઈ ગયું. આ પ્રસંગે કવિ દ્રશ્ચંત ટાંકે છે. જાતિવંત અશ્વ તાજણ (=ચાબુક) કેમ સહન કરી લે? જ “કમલસેણાસું એ રહ્યો, રાતિ દિવસ લપટાય હો સુંદર; કસમસિ દ્રાખ જિકે ભખઈ, નીબોલી કિમ ખાય હો સુંદર'. ઢા. ૮/૧૨ રાજપુત્રી કમલસેના સાથે લગ્નગ્રંથિથી જોડાયા પછી અગડદત્ત દિન-રાત તેનામાં રાચ્યો-માણ્યો રહે છે. ત્યારે અહીં નિદર્શના અપાઈ છે કે જેણે કીસમીસ દ્રાક્ષનો સ્વાદ માણ્યો હોય તેને લીંબોળી ભાવતી નથી. જ શબ્દાનુપ્રાસ અને યમક જેવા અલંકારોએ રાસના શબ્દદેહને વિભૂષિત કર્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy