________________
શ્રી અગડદત્ત રાસમાલા
15.
ઉત્તરાધ્યયનના ચતુર્થ અધ્યયનનો આધાર લઈને પ્રસ્તુત રાસ રચાયો છે, એમ કવિ પોતે જ જણાવે છે. “શ્રી ઉત્તરાધ્યયનઈ પરિ ભાખીયોજી, તીય અયન્ઝયણ રસાલ. ઢા. ૧૭/૧૧' પરંતુ ઉત્તરાધ્યયનની કઈ ટીકા પરથી આ રાસ રચ્યો છે? તે જણાવેલ નથી. કથા ઘટકોનું નિરીક્ષણ કરતા રાસરચના શ્રી નેમિચંદ્રસૂરિજીની ટીકાનુસારે થઈ હોવાનું જણાય છે. આ ટીકા અને પ્રસ્તુત રાસમાં શબ્દસામ્ય પણ ઘણું જોવા મળે છે. કેટલાક ઉદાહરણ
રાસામો > લીધો ખડગ સહાયો રે સંગ-ય-હરિલરવ સહિંતો > હય-ગ-રહ સિખ્યા વલી રે. સેટ્ટિયૂયા મયગમંબરીણામ સારરિસરમણૂઢા > સેઠ સૂતા ઊંચી ચઢીરે લાલ, મદનમંજરીનામ.
નારસિકો, મારૂં ગુરુ, વિઝા ફળોમેd > કલારસિક ગુરુથી ડરે રહે રે લોલ,
લોભ વિદ્યાનો રસાલ. ઈત્યાદિ.. જ દૂહાથી શરૂ થતી ૧૭ દેશીઓ અને ૩૭૭ કડી પ્રમાણ રચાયેલ આ રાસમાં દરેક ઢાળને અંતે કવિશ્રીએ સ્વનામોલ્લેખ કર્યો છે. કાવ્યના આભરણમાં વિવિધ અલંકારના રત્નો જડીને કવિએ કુશળ સુવર્ણકારની ભૂમિકા નિભાવી છે. જ “જિમ ગિરિ કંદર સિંહ કિશોર, જિમ મોતી સીપોડી કોર;' ઢા. ૧/૪
ગિરિકંદરામાં જેમ સિંહબાળનો જન્મ થાય, સુક્તિમાં જેમ મોતી પાકે, તેમ સુલસારાણીની કુક્ષિએ અગડદત્તનો જન્મ થયો. અહીં અગડદત્તને સિંહબાળ અને મોતીની ઉપમા આપવા જતા સુલસા રાણી ગિરિકંદરા અને સુક્તિ સાથે સરખાવાયા છે. જ “જિમ રવિ-પંકજ ચંદ-ચકોરા રે; જલધર જિમ આગમ જીવલિ મોરા રે;
તિમ મેરો મન તિણિસુરંગા રે; જિમ ઈસરનિ ગોરી-ગંગા રે'. ઢા. ૧૦/૪-૫
મદનમંજરીને અગડદત્ત પર અતિશય સ્નેહ પ્રગટ્ય છે. આ સ્નેહને મદનમંજરી સૂર્ય અને કમલના, ચંદ્ર અને ચકોરના, મેઘ અને મોરના, શંકર અને ગંગાના સ્નેહ સાથે સરખાવે છે.
તપતેજે સૂર્ય સમાન ચારણમુનિને કવિ માલોપમાથી નવાજે છે. ગહગણ તારામાહિ વડા જિમ ચંદ્રમા, જિમ તરુવરમાહિ સોભ લહઈ કલ્પદ્રુમા; રતનમાંહિ જિમ સાર જિસા કૌસ્તુભ મણી, તિલ ચારણ મુનિ એહુ, સોહઈ તપ દિનમણી.'
ઢા. ૧૫/૧૧ ગ્રહગણ અને તારાગણમાં જેમ ચંદ્ર શોભે છે, તરુવરોની વચ્ચે જેમ કલ્પવૃક્ષ શોભે છે, રત્નોમાં જેમ કૌસ્તુભ મણિ શોભે છે તેમ મુનિગણમાં સાહસગતિમુનિ શોભી રહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org