________________
362
સ્થાનસાગરજી કૃત
૨૧૫
૨૧૬
૨૧૭
૨૧૮
દૂહીઃ
વચન સુણી કામિનિતણા, ચિત્તિ ચિત્તિ વિચાર; પ્રાણ ધરઈ નહી મેં વિના, દીસઈ એ પ્રકાર”. કુમર મનિ પણિ તેહવો, લાગો કુમરી મોહ; એક પખો નહી નેહડો, એ કીધો આપોહ. કીજઈ પ્રીતિ સુજાણસિલ, જે નિજ જાણઈ પીર; મૂરખ સરિસી ગોઠડી, ઊંટ-કિરાડઈ નીર. જેવો રંગ "કુસંભનો, તેહવો મૂરખ ને; પણિ જાચા રંગતણી પરિ, ચતુર ન આપઈ છે. મધુર વચન ભાખઈ તદા, “સુણિ નારી! મુઝ વાત;
અગડદત્ત વલી નામ સુણિ, શ્રીસુંદર મુઝ તાત. ચોપઈઃ રાગ- વઈરડી.
સંખપુર નગરતણો તે ધણી, શ્રીસુંદર નામઈ નૃપ ગુણી; સુલસા પટરાણી મૂલગી, તે મુઝ જનની લાગઇ. અતિ વલ્લભ હું તેમનો પુત્ર, મુઝ ઊપરિ છઈ ઘરનું સૂત્ર'; ઈમ વૃત્તાંત સહુ આપણો, ભાખી નેહ ઉપાયો ઘણો. એક નર ફોકટ મોટિમ કરઈ, અમ્ય સમવડિ કો નાવઈ સિરિ; હીંગતો નહી માંહિ સવાદ, મંદિર વાજઈ શંખ નિનાદ. છતી વાત તે કુમાઈ કહીં, એ માંહિ કાંઇ જઠું નહીં; કલા ગ્રહું પંડિત ઘરિ રહી, હવડાં તુ બોલાઈ નહીં.
૨૧૯
૨૨૦
૨૨૧
૨૨૨
૨૨૩
૧. ચિત્તમાં ચિંતવે છે. ૨. મારા. ૩. વિચાર. ૪. શિયાળ. ૫. કસુંબો. ૬. મોટાઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org