SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 359 પરદેસી કેરો એવો નેહડો રે, જેહવો નદીનો રે પૂર; ખિણ આવઈ નયણા આગલિ રે, ખિણમાંહિ જાઈ રે દૂરિ. ૧૯૩ પ્રીતિ વેધ વિલુધા જે હોઈ માણસા રે, તેહનઈ પગ-પગ દોસ; ખિણ એક સુખ પામઈ તેહની રે, નવિ જાણઈ તન-સોસ. ૧૯૪ પ્રીતિ ન ગણઈ દુરજણ કેરા બોલણા રે, જેહનઈ પ્રીતિ સવાદ; ચાક ચઢાવી મે©ઈ જીવનઈ રે, વાધઈ વલી ઉન્માદ. ૧૯૫ પ્રીતિ અણજાણ્યા સરિસી પહિલી પ્રીતડી રે, પાપી નયણાં કરંતિ; વયણે વાધઈ પ્રીતિની વેલડી રે, કઠુઆ તસ અફસ હુતિ. ૧૯૬ પ્રીતિ મૃગ-મધુકર નઈ જીવ પતંગ ઉરે, એ આપઈ નિજ પ્રાણ; ઇંદ્દી વિષ જે દૂરિ નિવારસ્યાં રે, તે લહસઈ જગિ માન. ૧૯૭ પ્રીતિ જિમ માછિલડી જલ વિણ લવલઈ રે, તિમ સા હુઈ રે બાલ; અન-પાન સવિ દૂરિ પરિર્યા રે, ન કરઈ તન સંભાલ. ૧૯૮ પ્રીતિ વલી બીજઈ દિનિ આવ અટાલીએ રે, કરતી નારિ રુદન્ન; આસોપલ્લવ કુસમસિઉં નાખતી રે, બોલઈ દીન વચગ્ન. ૧૯૯ પ્રીતિ એકવાર નિખિલ નિજ નયણબલે રે, અબલા કરઈ રે વિલાપ; પ્રેમજલઈ કરી સીંચો દેહડી રે, ટાલુ વિરહ સંતાપ’ ૨૦૦ પ્રીતિ અગનિ સમીપઈ મેલિઉ વૃત ઘડો રે, થાહરઈ કેતી વાર? લલના વચન મધુર તવ સાંભલી રે, વાધિંઉ કામ વિકાર. ૨૦૧ પ્રીતિ I ૧. અડચણ. ૨. સ્પર્શ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy