SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ 358 સ્થાનસાગરજી કૃત દૂહીઃ ૧૮૭ '. હવઈ તે મદનમંજરી, મારી મદનનૃપ બાણિ; ઊઠી અંગિ વેદના, નવિ ચાલઈ કો પ્રાણ. ૧૮૩ હરિ-હર-બ્રમહાદિક વડા, ગ્યાનવંત મુનિરાય; તે પણિ ધ્યાન છોડાવીયા, મદન નમાડિ પાય. ૧૮૪ ખિણ રોવઈ ખિણ વલવલઈ, ખિણિ અંગનિ બારિ; સખી સમઝાવઈ બહુ પરઈ, તુહઈ ન સમઝઈ નારિ. ૧૮૫ જબ લગિ પ્રીતિ ન કીજીએ, તવ લગઇ સુખ સંસારિ; વિસમી વિરહની વેદના, તે જાણઈ કરતાર. ૧૮૬ કરતા કીધી પ્રીતડી, પણિ લીધો વઈર વસાઈ; વિસમી વિરહની વેદના, અંગિ ન સહણી જાઈ. કરઈ વિલાપ બહુ પરઇ, મુખઈ મેલ્હઈ નીસાસ; આસું વરસઈ નયણલે, જાણઈ પાવસ માસ. ૧૮૮ નિસાસો ભલઈ સરજીઉ, વિરહી નરનઈ સોભ; પ્રેમ જલમાંહિ બૂડતાં, દે પડતાનઈ થોભ. ૧૮૯ ઢાલઃ ૧૧, રાગ-મારુણી. પ્રીતિ ન કીજઈ ભોલા પ્રાણીયા રે, પ્રીતિ થકી બહુ દુખ; મેરુ સમોવડિ જિનરાજઈ કહિઉ રે, સરસવ જેતો રે સુખ. ૧૯૦ પ્રીતિ ખિણ અચેત થઈ સા સુંદરી રે, નાખી સીતલ વાય; સખી મિલી સવિ એકઠી રે, સમઝાવઈ વલી આય. ૧૯૧ પ્રીતિ પરદેસી સરિસી પ્રીતિ ન કીજઈ રે, તેથી સુખ નહિ થાય; જિમ વાદલ કેરી આવઈ છાંહડી રે, ખિનમાંહિ નાસી જાય. ૧૯૨ પ્રીતિ ૧. સાથે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy