SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદ1 રાસ 355 દૂહા ૧૬૧ ઉપવન પાશિ મનોહરુ, સમભૂમિ પ્રાસાદ; વિવધ વર્ણ “ધજ લહલહઈ, મંડઈ ગિરિ-સિરિ-વાદ. ધવલિત ધવલગૃહ ભલો, વાતાયણની શ્રેણિ; નાટિક નાચઈ પૂતલી, અતિ સુંદર વલી તેણિ. ૧૬૨ દેવવિમાન કિણિ કારણિ, ભૂતલિ મંડિલ એહ?; નગરસેઠ તે પુરતણો, શ્રીદત્ત કેરો ગેહ. ૧૬૩ ઢાલઃ ૯, રાગ કેદારો, દેસી-જકડીની, કો કહીહરે પીઉ જાઈ વાઈ એ દેસી. સેઠસુતા સુંદર સુકમાલા, રુપઈ રંભ સમાણી; મંદનમંજરી નામઈ ભલી, જાણે મદનની રાણી. ૧૬૪ સુણયો રે તુમ્હ એહવો, જેહવો કર્મવિનાણ; કર્મ આગલિ નર બાપડા, સહુ કોઈ અજાણ. આંકણી. ૧૬૫ સુણયો. જાણું બખ્ખાઈ ઘડી, શશિ-સુંદર-વદની; બહુવિધ ભૂષણ સોહતી, માનો પૂનિમ રજની ૧૬૬ સુણયો. મૃગનયની મન મોહતી, નાશા દીપ સુચંગા; દંતિ-પતિ દાડિમ કલી, અધુર વિદ્ગમ કે રંગા. ૧૬૭ સુણયો. ગૌર વરણ ચંપક લતા, વેણી દંડ પ્રલંબા; કલકંઠી કોમલવપુ, જાણે કણયર-કંબા. ૧૬૮ સુણયો. કનક-કુંભ સમ ઉપમા, કુચ યુગ અણીયાલા; કેહરિ લંકી સોહાવતી, બોલઈ વયણ રસાલા. ૧૬૯ સુણયો. ૧. ધ્વજ. ૨. કરેણની સોટી. ૩. સિંહ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy